Western Times News

Gujarati News

ગુજરાતમાં કોરોનાને લઈને રાહતના સમાચાર  : ૭૩ ટકા દર્દીઓ સ્વસ્થ થયા

Files Photo

સોમવાર સાંજ સુધી છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા ૧૦૫૨ કેસ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો ૫૬,૮૭૪ પર પહોંચ્યો છે. આંકડા મુજબ છેલ્લા સાત દિવસથી રાજ્યમાં ૧૦૦૦થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. જેથી એક અઠવાડિયામાં અત્યાર સુધી સૌથી વધુ ૭૪૩૫ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં સરેરાશ પોઝિટિવ કેસની સંખ્યા ૧૦૬૨ રહી છે. બીજી તરફ રાહતના સમાચાર એ છે કે, રાજ્યમાં અત્યાર સુધી ૭૩ ટકા દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે.

છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા નવા કેસોમાં સુરતમાં સૌથી વધુ ૨૫૮, અમદાવાદમાં ૧૮૪, વડોદરામાં ૯૬, રાજકોટના ૭૪ અને સુરેન્દ્રનગરના ૩૦ કેસોનો સમાવેશ થાય છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૨૨ દર્દીઓના મોત નીપજ્યા છે. આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૨૩૪૮ પર પહોંચી ગયો છે. નવા નોંધાયેલા મોતમાં સૌથી વધુ સુરતમાં ૯, અમદાવાદમાં ૪, વડોદરામાં ૩, પાટણમાં ૨ અને ભાવનગર, જુનાગઢ, મહેસાણા અને પંચમહાલમાં એક-એક દર્દીનું મોત નીપજ્યું છે.

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં ૧૦૧૫ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. આ સાથે રાજ્યમાં કુલ ડિસ્ચાર્જની સંખ્યા ૪૧૩૮૦ થઈ ગઈ છે. આ ત્રીજીવાર છે જ્યારે એક દિવસમાં ૧૦૦૦ કરતા પણ વધુ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલ રાજ્યમાં કોરોનાના ૧૩૧૪૬ એક્ટિવ કેસ છે. જે અત્યાર સુધી નોંધાયેલા દર્દીઓનો ૨૩.૧ ટકા છે. જ્યારે મૃત્યુઓનો હિસ્સો ૪.૧ ટકા છે. રાજ્યમાં અત્યાર સુધી ૭૨.૮ ટકા દર્દી રિકવર થયા છે. સોમવારની સ્થિતિએ રાજ્યમાં ૮૧ દર્દી વેન્ટિલેટર પર છે.

નવા કેસો શોધવા માટે ગુજરાતે ૨૪ કલાકમાં વિક્રમી ૨૫,૪૭૪ પરીક્ષણો કર્યા છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી ટેસ્ટની સંખ્યા ૬.૬૭ લાખ થઈ છે. રાજ્યના આરોગ્ય વિભાગે દાવો કર્યો છે કે તે દર ૧૦ લાખ વસ્તીમાં દરરોજ ૩૯૨ પરીક્ષણો કરે છે. સોમવારે સાંજ સુધીમાં ગુજરાતમાં ૪.૭૩ લાખ વ્યક્તિઓ ક્વોરેન્ટાઇન હેઠળ છે. જેમાંથી ૪.૭૧ લાખ હોમ ક્વોરેન્ટાઈન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.