ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન કેટલાક લોકોની સંપત્તિમાં અઢળક વધારો
અમદાવાદ, ગુજરાતમાં કોરોના કાળ દરમિયાન કેટલાક લોકોની સંપત્તિમાં અઢળક વધારો થયો છે. જાેકે એક વર્ષમાં ૧૫ નવા અબજાેપતિ જાેડાઇ ગયા છે. હવે ૭૫ અબજાેપતિની સાથે ગુજરાત દેશનું ચોથું સૌથી મોટું રાજ્ય બની ગયું છે. ૩૦૨ અબજાેપતિ સાથે મહારાષ્ટ્ર પ્રથમ સ્થાન પર છે. ગુજરાતના સુરતમાં સૌથી વધુ ૭ અમીર વધ્યા છે, જ્યારે અમદાવાદમાં ચાર. આ આંકડા આઇઆઇએફએલ હુરૂન ઇન્ડીયા રિચ લિસ્ટ ૨૦૨૧ નો તાજાે રિપોર્ટ સામે આવ્યો છે.
ગૌતમ અદાણીની સંપત્તિમાં ૨૬૧ ટકાનો વધારો થયો છે. બીજી તરફ મુકેશ અંબાણી સતત ૧૦મા વર્ષે સૌથી અમીર વ્યક્તિ બન્યા છે. વડોદરાના દીપક નાઇટ્રેટના દીપક મહેતા પાસે ૧૬૮૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેમની સંપત્તિમાં લગભગ ૨૫૦ ટકાનો વધારો થયો છે. કોરોનાકાળમાં દેશમાં ફાર્મા સેક્ટરમાં ૧૨ નવા અબજાેપતિ આવ્યા છે.
આ યાદીમાં ફાર્માસ્યુટિકલ્સ ક્ષેત્રના સૌથી વધુ ૧૩૦ અમીર સામેલ કરવામાં આવ્યા છે. જેમાં સીરમ ઇંસ્ટીટ્યૂટના સાઇરસ પૂનાવાલાની સંપત્તિમાં ૪૩ ટકાનો વધારો થયો છે. આ યાદીમાં સૌથી ઉપર છે. બીજાે નંબર કેમિકલ અને પેટ્રોકેમિકલ સેક્ટરનો છે, જેમાં ૯૮ અમીર યાદીમાં સામેલ છે.
જુલાઇ ૨૦૨૧ મા ઝોમોટાના બ્લોકબસ્ટર આઇપીઓના લીધે ગોયલની સંપત્તિમાં ૧૬૪ ટકનો રેકોર્ડ બ્રેક વધારો થયો હતો અને તેમની સંપત્તિ ૫,૮૦૦ થઇ ગઇ છે. જ્યારે માર્ચ ૨૦૨૧ માં ભારતમાં રજિસ્ટર થનાર પહેલી ગેમિંગ કંપની Nazara Technologies ના સંસ્થાપક નીતીશ મિત્તરસેને ૧,૫૦૦ કરોડ રૂપિયાની સંપત્તિ સથે ૭૭૩ મું સ્થાન પ્રાપ્ત કર્યું છે.