ગુજરાતમાં કોરોના કેસમાં ઘટાડો: ૧૨૭૦ કેસ નોંધાયા
ગાંધીનગર, ગુજરાતમાં હવે ધીરે-ધીરે કોરોના વાયરસના નવા કેસોમાં ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૨૭૦ કેસ નોંધાયા છે અને આ સાથે અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોના વાયરસના કુલ કેસનો આંકડો ૨૨૪૦૮૧ પર પહોંચ્યો છે. જ્યારે બીજી બાજુ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના ૧૪૬૪ દર્દીઓ સાજા થઈને પરત ફર્યા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના કારણે વધુ ૧૨ દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક ૪૧૩૫ થયો છે. જ્યારે ગુજરાતમાં અત્યાર સુધીમાં ૨૦૬૧૨૬ દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર ૯૧.૯૯ ટકા થઇ ચુક્યો છે.
રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ ૬૦૫૪૭ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ ૯૩૧.૪૯ પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૮૪૯૨૬૪૧ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૫૫૩૧૩૬ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી ૫૫૨૯૯૯ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે.
જ્યારે ૧૩૭ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. જાે એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૧૩૮૨૦ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર ૭૨ છે. જ્યારે ૧૩૭૪૮ લોકો સ્ટેબલ છે. ૨૦૬૧૨૬ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૪૧૩૫ લોકોનાં મોત નિપજ્યા છે. આજે ૧૨ લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનના ૭, સુરત કોર્પોરેશન ૩, મહેસાણા ૧ અને વડોદરા ૧ વ્યક્તિ સહિત કુલ ૧૨ દર્દીનાં કોરોનાને કારણે મોત નિપજ્યાં છે.SSS