ગુજરાતમાં કોરોના ટેસ્ટીંગ વસ્તીની સરખામણીએ માત્ર ર.ર ટકા
વાતોમાં સૂરા- ટેસ્ટીંગમાં નબળા ?? ઉત્તર ગુજરાત- કચ્છમાં ૧ ટકા : વસ્તી પ્રમાણે તુલનાત્મક અભ્યાસને જાેતા કોરોના ટેસ્ટીંગમાં આક્રમકતાનો અભાવ વડાપ્રધાનની ટેસ્ટીંગ વધારવાની ટકોર : શેઠની શિખામણ ઝાંપા સુધી
ગુજરાત સરકાર ટેસ્ટીંગ વધારવા સક્રિય : પ૦,૦૦૦થી વધુ ટેસ્ટ કરાઈ રહયા છે
(પ્રતિનિધિ) અમદાવાદ: “શેઠની શિખામણ ઝાંપા સુધી” આપણામાં આવી કંઈક કહેવત પ્રચલિત છે. ગુજરાત સહિત દેશમાં લગભગ આઠથી દસ રાજયો એવા હતા કે કોરોનાના કેસો ત્યાં સતત વધી રહયા હતા. તેમાં ગુજરાતનો પણ સમાવેશ થતો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાની પરિસ્થિતિ પર સતત નજર રાખી રહયા છે તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ હોય તે સ્વાભાવિક છે. તાજેતરમાં થોડા સમય પહેલા એક બેઠક યોજાઈ હતી જેમાં વડાપ્રધાને ગુજરાત સહિત દેશના કેટલાક રાજયોમાં કોરોના ટેસ્ટીંગ વધારવા નિર્દેશ આપ્યો હતો વડાપ્રધાનની આ ટકોર પછી ગુજરાતમાં કોરોના ટેસ્ટીંગ વધારીને પ૦,૦૦૦ની આસપાસ કરાયા છે
પરંતુ ૧૭ ઓગસ્ટના રોજ સાંજે જાહેર કરાયેલા આંકડા પ્રમાણે જાેવા જઈએ તો રાજયમાં અત્યાર સુધીમાં ૧૩,પ૮,૩૬૪ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજયની ર૦૧૧ની વસ્તી ગણતરીના આંકડા પર દ્રષ્ટિપાત કરીએ તો ૬૦,૪૩,૯૬૯રની સરખામણીએ રાજયમાં થયેલા ટેસ્ટ જાેઈએ તો કુલ વસ્તીની સરખામણીએ માત્ર ર.ર ટકાની આસપાસ ટેસ્ટિંગ કરાયા છે તેમાં પણ ઉત્તર ગુજરાતમાં કુલ વસ્તીના પ્રમાણે ૧.૧ર ટકા અને કચ્છમાં એ જ પ્રમાણે ૧ ટકા ટેસ્ટિંગ કરાયુ છે. મતલબ એ જે ઝડપે અને આક્રમકતાથી કામ થવુ જાેઈએ તે થયુ નથી તેવુ આંકડાશાસ્ત્રીઓના આ પ્રકારના તારણ પરથી અનુમાન લગાવી શકાય છે.
મધ્ય ગુજરાતની ર૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ર,૦૧૩,પ૧૭૪ વસ્તી છે જેમાં અમદાવાદ, વડોદરા, આણંદ, પંચમહાલ, મહીસાગર, ખેડા, દાહોદ, છોટા ઉદેપુર એમ આઠ જીલ્લાનો સમાવેશ થાય છે. હવે જાેઈએ તો જેની સામે ૧૭ ઓગસ્ટ સુધીમાં ૬૬૧૮રપ ટેસ્ટ કરાયા છે. ટકાવારીની દ્રષ્ટિએ જાેઈએ તો ૩.ર ટકા ટેસ્ટ મધ્ય ગુજરાતમાં કરવામાં આવ્યા છે મધ્યગુજરાતમાં ૩૯૭૦પ કેસ કોરોનાના નોંધાયા છે જયારે ૧૮૩૦ના મૃત્યુ થયા છે.
ઉત્તર ગુજરાતમાં છ જીલ્લામાં ગાંધીનગર, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા તથા અરવલ્લીનો સમાવેશ થાય છે ર૦૧૧ની વસ્તી પ્રમાણે આ છ જીલ્લાની વસ્તી ૧૦૩રપ૧૯૩ છે જેની સામે ૧૭ ઓગસ્ટ સુધીમાં ૧૧૪૦૪૭ ટેસ્ટ કરવામાં આવ્યા છે તેથી ટકાવારીની દ્રષ્ટિએ સમજીએ તો ૧.૧ ટકા જ ટેસ્ટ કરવામાં આવ્યા છે. અહીંયા કુલ પ૯૧૩ કેસ નોંધાયા છે અને ૧પ૯ મૃત્યુ નોંધાયા છે.
સૌરાષ્ટ્રમાં કુલ ૧૧ જીલ્લાઓમાં રાજકોટ, ભાવનગર, બોટાદ, જામનગર, ગીર- સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર, મોરબી અને અમરેલીનો સમાવેશ થાય છે. ર૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ૧પપ૯૩૬પ૩ની વસ્તી છે જેની સામે ૧૭ ઓગસ્ટ સુધીમાં રપ૯પ૮૪ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ટકાવારીની દ્રષ્ટિએ જાેઈએ તો ૧.૬ ટકા કોરોના ટેસ્ટ સૌરાષ્ટ્રમાં કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં ૧ર૩૮૭ કેસ નોંધાઈ ગયા છે અને ર૦૧ દર્દીના મૃત્યુ થયા છે જેમાં સૌથી વધુ કેસ રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં નોંધાયા છે.
દક્ષિણ ગુજરાતમાં ર૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ૧રર૯૩૩૦૧ની વસ્તી છે સુરત, ભરૂચ, વલસાડ, નર્મદા, નવસારી, તાપી અને ડાંગ એમ સાત જીલ્લાઓમાં આટલી વસ્તી છે પરંતુ ૧૭ ઓગસ્ટ સુધીમાં ૩૦૦૦૩પ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ટકાવારીની દ્રષ્ટિએ જાેઈએ તો કુલ વસ્તીની તુલનાએ ર.૪ ટકા જ ટેસ્ટ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં ર૦૭ર૯ કેસ નોંધાયા છે અને પ૮૪ મૃત્યુ થયા છે જેમાં સૌથી વધારે કેસ સુરત, ભરૂચ અને વલસાડમાં નોંધાયા છે. સુરતમાં તો અમદાવાદથી પણ વધોર કેસ નોંધાતા રાજય સરકારના ઉચ્ચ અધિકારીઓ પહોચ્યા હતા તો કેન્દ્રની આરોગ્ય ટીમે મુલાકાત લીધી હતી જયારે મુખ્યમંત્રી- નાયબ મુખ્યમંત્રીએ પણ સુરતની મુલાકાત લીધી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
તો કચ્છ જીલ્લાની ર૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ર૦૯ર૩૭૧ વસ્તી છે જેની સરખામણીએ ૧૭મી ઓગસ્ટની સ્થિતિએ ર૧,૮પ૧ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે તેથી વસ્તીની તુલનાએ જાેઈએ તો માત્ર ૧ ટકા જ ટેસ્ટ કરવામાં આવ્યા છે જીલ્લામાં અત્યાર સુધીમાં ૯૩૭ જેટલા કોરોનાના કેસ નોંધાઈ ચૂકયા છે જયારે ર૬ દર્દીઓના કોરોનાથી મૃત્યુ થયા છે.