ગુજરાતમાં કોરોના બેકાબૂ । નવા ૬૨૦ પોઝીટીવ કેસ અને ૨૦ લોકોનાં મોત
અમદાવાદ: ગુજરાતમાં હાલ કોરોનાનાં કેસોમાં રેકોર્ડબ્રેક ઉછાળો આવી રહ્યો છે. હાલ રાજ્યમાં સતત કોરોના કેસો ૬૦૦થી પણ વધારે નોંધાઈ રહ્યા છે. તેવામાં હવે અનલોક ૨ની પણ જાહેરાત થઈ ગઈ છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાનાં વધુ ૬૨૦ કેસો નોંધાયા હતા. જ્યારે ૨૦ દર્દીઓનાં મોત નિપજ્યા હતા અને ૪૨૨ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. આમ રાજ્યમાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૩૨૬૪૩ થયો છે. જ્યારે મોતનો કુલ આંક ૧૮૪૮ અને ડિસ્ચાર્જનો કુલ આંક ૨૩૬૭૦ પર પહોંચ્યો છે.
હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા ૬૯૨૮ છે, જેમાંથી ૭૧ દર્દીઓ વેન્ટિલેટર પર જ્યારે ૬૮૫૭ દર્દીઓની હાલત સ્થિર છે. હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા ૬૯૨૮ છે, જેમાંથી ૭૧ દર્દીઓ વેન્ટિલેટર પર જ્યારે ૬૮૫૭ દર્દીઓની હાલત સ્થિર છે. અમદાવાદ કોર્પોરેશન ૯, સુરત કોર્પોરેશન ૪, વડોદરા કોર્પોરેશન ૨, ગાંધીનગર ૨, જુનાગઢ કોપોરેશન ૧, પાટણ ૧, નવસારી ૧ દર્દીનું મોત નિપજ્યું હતું.
આજના દિવસે નોંધાયેલ કોરોના કેસોની વિગત જોઈએ તો, સુરત કોર્પોરેશન ૧૮૩, અમદાવાદ કોર્પોરેશન ૧૮૨, વડોદરા કોર્પોરેશન ૫૦, વલસાડ ૨૦, સુરત ૧૬, જામનગર કોર્પોરેશન ૧૫, અમદાવાદ ૧૫, આણંદ ૧૪, ગાંધીનગર ૧૩, પાટણ ૧૧, કચ્છ ૯, ભરૂચ ૮, મહેસાણા ૭, જુનાગઢ કોર્પોરેશન ૬, ખેડા ૬, ભાવનગર કોર્પોરેશન ૫, રાજકોટ કોર્પોરેશન ૫, અરવલ્લી ૫, પંચમહાલ ૫, સાબરકાંઠા ૪, બોટાદ ૪, સુરેન્દ્રનગર ૪, ગાંધીનગર કોર્પોરેશન ૩, ભાવનગર ૩, જામનગર ૩, ગીર-સોમનાથ ૩, પોરબંદર ૩, અમરેલી ૩, વડોદરા ૨, મહીસાગર ૨, જુનાગઢ ૨, નવસારી ૨, મોરબી ૨, બનાસકાંઠા ૧, રાજકોટ ૧, નર્મદા ૧, દેવભૂમિ દ્વારકા ૧, અન્ય રાજ્ય ૧ કેસ નોંધાયો હતો.
અમદાવાદ બાદ હવે કોરોનાનો કહેર સુરતમાં જોવા મળી રહ્યો છે. આજે અમદાવાદ કરતાં સુરતમાં કોરોનાનાં કેસોની સંખ્યામાં વધારો થયો છે. તો આજે આરોગ્ય સચિવ જયંતિ રવિએ આજે સુરતની મુલાકાત લીધી હતી. અને સુરતમાં કેસોને કેવી રીતે ઘટાડી શકાય તે અંગે ચર્ચા પણ કરી હતી. જ્યારે બીજી બાજુ આજે અમદાવાદમાં કોરોના કેસોનો ૨૦૦ની અંદર નોંધાયા હતા.