ગુજરાતમાં કોરોના વકર્યોઃ વધુ ૯૬પ કેસ અને ર૦ના મોત
અમદાવાદમાં પરિસ્થિતિ વિકટ બનવાની દહેશત
વધુ ર૧ર કેસ નોંધાયાઃ સુરતમાં સૌથી વધુ ર૮પ કેસઃ સૌરાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ બેકાબૂ બનીઃ અમરેલીમાં લોકડાઉનની માંગણી
અમદાવાદ,રાજ્યમાં કોરોના બેકાબૂ થઈ રહ્યો છે.. છેલ્લા ચોવીસ કલાકમાં ફરી રેકોર્ડ બ્રેક ૯૬૫ નવા દર્દીઓ નોંધાયા છે. અને ૨૦ દર્દીનાં મોત નીપજ્યા છે. જ્યારે ૮૭૭ દર્દીઓ સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદમાં ૬ અને સુરતમાં ૯ દર્દીના મોત નીપજ્યા જ્યારે દાહોદમાં બે અને ભાવનગર, ગીર સોમનાથ અને જામનગરમાં ૧-૧ દર્દીનાં મોત નીપજ્યા.. તો અમદાવાદમાં ૨૧૨, સુરતમાં ૨૮૫, વડોદરામાં ૭૯ જ્યારે રાજકોટમાં ૪૯ નવા દર્દીઓ નોંધાયા છે. આ સાથે સુરતમાં કુલ પોઝિટિલ દર્દીઓનો આંકડો ૧૦ હજારને પાર થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૧,૪૧૨ એક્ટીવ કેસ છે. જેમાંથી ૬૯ દર્દીઓ વેન્ટીલેટર પર છે. બાકીના દર્દીઓની હાલત સ્ટેબલ છે.
ગુજરાતી નાટક અને ફિલ્મ અભિનેતા પ્રતિક ગાંધી કોરોનાથી સંક્રમિત થયા છે. પ્રતિક ગાંધીએ પોતે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું કે તેમનો પરિવાર કોરોના પોઝિટિવનો શિકાર થયો છે. તે અને તેમના પત્ની હોમ આઈસોલેટ થયા છે. જ્યારે તેમના ભાઈ હોસ્પિટલમાં દાખલ થયા છે.
વડોદરામાં કોરોનાથી ભાજપના ઉપપ્રમુખ મહેશ શર્માનું મોત થયુ છે. તેઓ છેલ્લા ઘણાં દિવસોથી વાઘોડિયા રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. જે દરમ્યાન તેમનું મોત થયુ છે. મહેશ શર્માના પુત્ર અને પત્નીને પણ કોરોના થયો હતો. બંનેને ગઇકાલે જ હોસ્પિટલ માંથી રજા આપવામાં આવી હતી. ભાવનગર શહેરમાં ૨૫ અને જિલ્લામાં ૧૦ કેસ નોંધાયા છે. આજે રવિવારે કોરોનાના કુલ ૩૫ કેસ નોંધાયા છે. શહેરમાં ૧નું મોત થયું છે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ૧૫ કોરોનાનાં કેસ નોંધાયા છે. અને દમણમાં કોરોના પોઝિટિવના વધુ ૨૦ કેસો નોંધાયા છે. અમરેલી જીલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. આજે ૧૪ પોઝિટિવ કેસ નોંધાયા છે. અમરેલી જીલ્લામાં કોરોના કેસની કુલ સંખ્યા વધીને ૨૨૯ પર પહોંચી ગઈ છે. કોરોનાને કારણે ૧૬ લોકોનાં મોત થયા છે. જ્યારે ૧૧૮ લોકોને રજા આપવામાં આવી છે. હાલમાં જીલ્લામાં ૯૫ એક્ટિવ કેસ નોંધાયા છે.
અમરેલીમાં આજે કોરોના બોમ્બ ફૂટ્યો, એકસાથે ૧૪ કેસ નોંધાયા, લાઠીના સ્ન્છએ કલેક્ટરને પત્ર લખી લોકડાઉનની માંગ કરી છે. આજે સવાર સવારમાં જ અમરેલી જિલ્લામાં કોરોના વિસ્ફોટ થયો છે. એકસાથે ૧૪ કેસ નોંધાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. અમરેલી જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૨૨૯ પર પહોંચી છે. હાલ અમરેલી જિલ્લામાં ૨૨૯ કેસમાં ૧૬ના મોત, ૯૫ દર્દીઓ સારવાર હેઠળ અને ૧૧૮ને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એકસાથે ૩૮ કેસ નોંધાયા છે. આથી કુલ કેસની સંખ્યા ૬૧૩ થઇ છે.
જ્યારે જિલ્લામાં ૧૧ કેસ નોંધાયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આજે વધુ ત્રણ દર્દીના કોરોનાથી મોત નીપજ્યા છે. જેમાં રાજકોટના વર્ધમાનનગરના ૬૫ વર્ષના વૃદ્ધ, ગાયત્રીનગરના ૫૦ વર્ષના મહિલા અને સુરેન્દ્રનગરના ૬૫ વર્ષના વૃદ્ધનો સમાવેશ થાય છે. જ્યારે રાજકોટ સિનર્જી હોસ્પિટલમાં ઁજીૈં ચંદ્રકાંત એચ.શુક્લાનું કોરોનાથી મોત થયું છે. રાજકોટમાં આજે વધુ ૧૨ વિસ્તારને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. જામનગરમાં પણ આજે કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એકસાથે ૧૩નો પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. ડેથ ઓડિટ કમિટી મોતના કારણ અંગે તપાસ કરશે. ભાવનગર શહેર અને જિલ્લામાં આજે ૩૫ નવા કેસ નોંધાયા છે.
શાપર-વેરાવળમાં જિલ્લા પોલીસ વડા અને પત્રકાર પર હુમલામાં ગોંડલ સબજેલ હવાલે થયેલા કેદી શૈલેન્દ્ર દશરથ પાસવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગીર સોમનાથ જિલ્લામાં આજે વધુ ૧૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં ઉનામાં ૮, ગીર ગઢડામાં ૧, તાલાલામાં ૪ અને કોડીનારમાં ૨ કેસ નોંધાયા છે.