ગુજરાતમાં કોરોના વાયરસનાં ૧૪૦૮ કેસ : ૧૪નાં મોત થયા
ગાંધીનગર: રાજ્યમાં ૬૧,૯૦૪ કોરોનાના ટેસ્ટ કરાતા ૧૪૦૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમિતનો કુલ આંકડો ૧,૨૮,૯૪૯ થયો છે. આજે ૧૪ દર્દીઓના કોરોનાને લીધે મોત થતા કુલ મૃત્યુઆંક ૩૩૮૪ થયો છે. આજે ૧૫૧૦ દર્દીઓ સાજા થતા કુલ ડિસ્ચાર્જનો આંકડો ૧૦૯૨૧૧ થયો છે. રાજ્યમાં આજની સ્થિતિએ ૧૬૩૫૪ એક્ટિવ કેસ છે. જેમાં ૮૯ વેન્ટીલેટર પર ૧૬૨૬૫ સ્ટેબલ છે. રાજ્યમાં આજે ફરીથી કોરનાના કેસ ૧૪૦૦ ને પાર થયાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૪૦ લાખને પાર ૪૦,૪૮,૨૭૪ ટેસ્ટ થયા છે અને સાજા થવાના દર ૮૪.૬૯ ટકા થયો છે. આજની સ્થિતિએ કુલ ૫,૯૮,૯૯૬ કુલ વ્યક્તિઓને ક્વોરોન્ટાઈન કર્યા છે.
જેમાં ૫,૯૮,૬૧૨ લોકોને હોમ ક્વોરન્ટાઇન અને ૩૮૪ લોકોને ફેસીલીટી ક્વોરન્ટાઇન કરવામાં આવેલ છે. રાજ્યમાં આજે કોવિડ-૧૯ના લીધે ૧૪ દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદમાં ૩, સુરત જિલ્લામાં ૨ અને શહેરમાં ૩, રાજકોટ શહેરમાં ૨ અને જિલ્લામાં ૧, વડોદરામાં શહેર અને જિલ્લામાં ૧-૧, ગાંધીનગરમાં ૧ મોત નોંધાયા છે. અમદાવાદ શહેરમાં ૧૫૬ અને જિલ્લામાં ૨૭ સાથે ૧૮૩ કેસ કોરોનાના આજે નોંધાયા છે. આ સાથે કુલ સંક્રમિતનો આંકડો ૩૫૬૭૨ થયો છે.
જ્યારે આજે ૩ મોત સાથે કુલ મૃત્યુઆંક ૧૭૯૫ પર પહોંચ્યો છે. સુરત શહેરમાં ૧૭૬ અને જિલ્લામાં ૧૦૨ સાથે કુલ ૨૭૮ કેસ નોંધાતા કુલ સંક્રમિતનો આંકડો ૨૭ હજારને પાર થઇ ૨૭૧૯૨ થયો છે. આજે ૫ દર્દીના મોત થતા મૃત્યુઆંક ૭૫૧ થયો છે. વડોદરા શહેરમાં ૯૧ અને જિલ્લામાં ૪૨ સાથે ૧૩૩ કોરોનાના કેસ નોંધાયા છે. આજે ૨ ના મોત થતા કુલ મૃત્યુઆંક ૧૭૪ થયો છે. રાજકોટ શહેરમાં ૧૦૨ અને જિલ્લામાં ૪૫ સાથે ૧૪૭ કેસ નોંધાતા કુલ સંક્રમિતનો આંક ૮૩૧૭ થયો છે. આજે ૩ મોત સાથે મૃત્યુઆંક ૧૩૦ થયો છે . જામનગર શહેરમાં ૯૧ અને જિલ્લામાં ૭ સાથે ૯૮ કેસ નોંધાતા કુલ સંક્રમિતનો આંકડો ૫૪૮૫ થયો છે.