ગુજરાતમાં કોરોના વાયરસનાં ૧૧૨૬ કેસ: ૮નાં મૃત્યુ થયાં
ગાંધીનગર, રાજ્યમાં ફરી એક વખત કોરોનાનાંં કેસો ૧૦૦૦ની નીચે જઇને ફરી ૧૧૦૦ ને પાર થયાં છે. આજે રાજ્યમાં ૧૧૨૬ નવા દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ રાજ્યમાં ૧૧૨૮ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧,૪૩,૯૨૭ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર ૮૮.૯૩ ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યા છેલ્લા કેટલાક દિવસોમાં ૫૧હજારથી ૫૫ હજાર સુધીની વચ્ચે રહી છે. આજે રાજ્યમાં કુલ ૫૨,૯૧૫ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ ૮૧૪.૦૮ પ્રતિ મીલીયન થાય છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૫૪,૭૯,૫૩૬ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૫,૪૦,૫૫૯ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી ૫,૪૦,૨૯૩ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે ૨૬૬ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ ૮૮.૯૩ ટકા છે જે ખુબ જ સારો હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યા છે.
જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૧૪,૨૬૭ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર ૭૬ લોકો છે. જ્યારે ૧૪,૧૯૧ લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ ૩૬૫૪ લોકોનાં મોત નિપજ્યા છે. આજે ૦૮ લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં ૨, સુરત કોર્પોરેશનમાં ૨, ગાંધીનગર કોર્પોરેશનમાં ૧, મહેસાણામાં ૧, રાજકોટમાં ૧,વડોદરા કોર્પોરેશનમાં ૧ લોકોના કોરોનાનાં કારણે મૃત્યુ થયાં છે. આ રીતે ગુજરાતમાં કાલે કોરોનાનાં કારણે ૮ લોકોનાં મોત નિપજ્યાં છે.SSS