ગુજરાતમાં કોરોના વાયરસનાં ૧૧૩૭ કેસ: ૯નાં મૃત્યુ થયાં
ગાંધીનગર, રાજ્યમાં ૧૧૩૭ નવા કોરોનાનાં દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ રાજ્યમાં ૧૧૮૦ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧,૪૫,૧૦૭ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર ૮૯.૦૩ ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યા છેલ્લા કેટલાક દિવસોમાં ૫૧હજારથી ૫૫ હજાર સુધીની વચ્ચે રહી છે. આજે રાજ્યમાં કુલ ૫૨,૯૮૬ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ ૮૧૫.૧૭ પ્રતિ મીલીયન થાય છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૫૫,૩૨,૫૨૨ ટેસ્ટ કરવામાં આવ્યા છે.
રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૫,૩૮,૮૦૯ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી ૫,૩૮,૫૫૩ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે ૨૫૬ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ ૮૯.૦૩ ટકા છે જે ખુબ જ સારો હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યા છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૧૪,૨૧૫ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર ૭૫ લોકો છે. જ્યારે ૧૪,૧૪૦ લોકો સ્ટેબલ છે.
અત્યાર સુધીમાં કુલ ૩૬૬૩ લોકોનાં મોત નિપજ્યા છે. આજે ૦૯ લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનમાં ૨, સુરત કોર્પોરેશનમાં ૨, બનાસકાંઠા ૧, ભરુચમાં ૧, ગીર સોમનાથમાં ૧,સુરતમાં ૧, વડોદરા કોર્પોરેશનમાં ૧ લોકોના કોરોનાનાં કારણે મૃત્યુ થયાં છે. આ રીતે ગુજરાતમાં કાલે કોરોનાનાં કારણે ૯ લોકોનાં મોત નિપજ્યાં છે.