ગુજરાતમાં કોરોના વાયરસનાં ૧૧૩૬ કેસ: ૭નાં મૃત્યુ થયાં
ગાંધીનગર, રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. ધીરે ધીરે હવે કોરોનાનો આંકડો ૧૧૦૦ ને પાર પહોંચ્યો હતો. જો કે અચાનક નાટ્યાત્મક રીતે સરકારે ટેસ્ટમાં ઘટાડો કરતા હવે કોરોનાના કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. આજે રાજ્યમાં ૧૧૩૬ નવા દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ રાજ્યમાં ૧૨૦૧ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ ૧,૪૬,૩૦૮ દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર ૮૯.૧૫ ટકા થઇ ચુક્યો છે. રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ ૫૨,૯૨૩ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જે રાજ્યની વસ્તી અનુસાર પ્રતિ દિવસ ૮૧૪.૨૦ પ્રતિ મીલીયન થાય છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૫૫,૮૫,૪૪૫ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૫,૪૩,૬૮૮ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી ૫,૪૩,૪૩૨ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જ્યારે ૨૫૬ વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરન્ટાઇન રાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રિકવરી રેટ ૮૮.૧૫ ટકા છે જે ખુબ જ સારો હોવાનું સરકાર દ્વારા જણાવવામાં આવી રહ્યા છે.જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૧૪૧૪૩ એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર ૭૨ છે. જ્યારે ૧૪૦૭૧ લોકો સ્ટેબલ છે. ૧,૪૬,૩૦૮ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ ૩૬૭૦ લોકોનાં મોત નિપજ્યા છે. આજે ૦૭ લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનના ૨, અમદાવાદ ૧, છોટાઉદેપુર ૧, રાજકોટ ૧, રાજકોટ કોર્પોરેશન ૧ અને સુરત કોર્પોરેશનનાં ૧ દર્દી સહિત કુલ ૦૭ લોકોનાં મોત નિપજ્યાં છે.SSS