ગુજરાતમાં કોરોના વાયરસનાં ૧૧૧૨ કેસ: ૬નાં મૃત્યુ થયાં
ગાંધીનગર, ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૧૧૨ નવા કેસ અને ૬ મોત નોંધાયા છે. જેથી કોરોનાનો કુલ આંકડો ૧૬૫૨૩૩ થયો છે.૨૪ કલાકમાં રાજ્યમાં કોરોનાના કુલ ૫૨,૯૪૭ ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં. જેથી કુલ ટેસ્ટનો આંકડો પણ ૫૬,૩૮,૩૯૨ થયો છે. રાજ્યમાં ૧૧૧૨ નવા દર્દીઓ સામે ૧૨૬૪ દર્દીઓ સ્વસ્થ થયા છે.
જેથી સ્વસ્થ દર્દીઓનો આંકડો પણ ૧,૪૭,૫૭૨ એ પહોંચ્યો છે. રાજ્યની વસ્તીને ધ્યાનમાં લેતા દસ લાખની વસ્તી સામે પ્રતિ દિવસે ૮૧૪.૫૭ ટેસ્ટ થાય છે.રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ ૫,૩૩,૮૯૨ વ્યક્તિઓને ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે.જે પૈકી ૫,૩૩,૬૩૯ વ્યક્તિઓ હોમ ક્વોરન્ટીનમાં છે અને ૨૫૩ વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યાં છે.
આ ઉપરાંત રાજ્યમાં કુલ ૧૩,૯૮૫ એક્ટિવ કેસ છે.જેમાંથી ૬૯ દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે ૧૩,૯૧૬ની સ્થિતિ સ્ટેબલ છે.રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. રાજ્યમાં આજરોજ કોવિડ-૧૯ના કારણે વધુ ૬ વ્યક્તિઓના દુઃખદ મૃત્યુ નોંધાયેલા છે. અમદાવાદ કોર્પોરેશનમાં ૨, બનાસકાંઠામાં ૧, સુરત કોર્પોરેશનમાં ૨, ગાંધીનગરમાં ૧ એમ કુલ ૬ મોત નીપજ્યા હતાં. જેથી હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૩૬૭૬ પર પહોંચ્યો છે.
ભારતમાં બે મહિના પછી એક્ટિવ કેસ ૭ લાખથી ઓછા થયા છે.જ્યારે ૨૨ ઓગસ્ટના રોજ ભારતમાં એક્ટિવ કેસની સંખ્યા ૭ લાખને પાર થઈ હતી. અત્યાર સુધીમાં કોરોનાને ૬૯,૪૮,૪૯૭ દર્દીઓ કોરોનાને હરાવી ચૂક્યા છે તો ૧,૧૭,૩૦૬ લોકો મોતને ભેટી ચૂક્યા છે.SSS