ગુજરાતમાં કોલ્ડવેવની ચેતવણી-નલિયામાં લઘુત્તમ તાપમાન
અમદાવાદ: જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારોમાં હિમ વર્ષા અને દેશના કેટલાક ભાગોમાં વરસાદ વચ્ચે ફરી એકવાર કોલ્ડવેવની સ્થિતિ જાવા મળી રહી છે. બીજીબાજુ હવામાન વિભાગ દ્વારા કોલ્ડવેવની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગના કહેવા મુજબ સૌરાષ્ટ્ર-કચ્છ ખાસ કરીને ભાવનગર, રાજકોટ અને કચ્છમાં કોલ્ડવેવ જાવા મળી શકે છે જેથી ઠંડીનો ચમકારો ફરીએકવાર વધશે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ૪૮ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ વધારે ફેરફાર થનાર નથી પરંતુ ઠંડીનો ચમકારો જાવા મળી રહ્યો છે.
આજે નલિયામાં લઘુત્તમ તાપમાનમાં ઉલ્લેખનીય ઘટાડો થયો હતો. રાજ્યના અન્ય ભાગોમાં પણ પારો ફરીએકવાર ગગડી ગયો છે. સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં પારો ૬થી ૧૩ ડિગ્રી વચ્ચે રહ્યો હતો. અમરેલીમાં આજે પારો ગગડીને ૧૧.૬ ડિગ્રી સુધી નીચે પહોંચી ગયો હતો. અમદાવાદમાં આજે પારો ૧૨.૧ ડિગ્રી રહ્યો હતો
જ્યારે ડિસામાં ૧૧.૨, ગાંધીનગરમાં ૧૧.૨, વડોદરામાં ૧૫.૮, ભાવનગરમાં ૧૪.૬, કંડલા એરપોર્ટ ખાતે ૧૦.૧, નલિયામાં ૬.૫, મહુવામાં ૧૨ ડિગ્રી પારો રહ્યો હતો. બીજી બાજુ ઉત્તર ભારતમાં પહાડો પર થઇ રહેલી ભારે હિમ વર્ષાને કારણે ઠંડીનું જાર વધ્યું છે. ઠંડીને કારણે હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં લોકો ઠુઠવાઈ રહ્યા છે તો શાળાએ જતા વિદ્યાર્થીઓ ને પણ બહુ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં છેલ્લા ચાર દિવસથી ઠંડીનો ચમકારો જાવા મળી રહ્યો છે. લોકો ઠુઠવતા હોઈ બહુજ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને લોકોના જનજીવન પર પણ અસર જાવા મળી રહી છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલે પારો ૧૧ ડિગ્રી રહી શકે છે. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ગઇકાલની સરખામણીમાં ઘટ્યું હતું.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં કાતિલ ઠંડીનો ચમકારો લોકો અનુભવી રહ્યા છે. દિવસ દરમિયાન ઠંડીનો અનુભવ લોકોએ કર્યો હતો. વહેલી સવારે કામ ઉપર જતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી ફરી એકવાર લોકો ગરમ વ†ોમાં સજ્જ થઇ ગયા છે. સવારમાં અને મોડી સાંજે ઠંડીના ચમકારા વચ્ચે બપોરના ગાળામાં લોકોને આંશિક રાહત મળી રહી છે.