ગુજરાતમાં ખુબ ઝડપથી દોડશે બુલેટ ટ્રેનઃઅશ્વિની વૈષ્ણવ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/06/BULLET-TRAIN.jpeg)
પ્રતિકાત્મક
સુરત, શહેરમાં આજે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આવ્યા હતા. અહીં તેમણે સુરત પ્રવાસ દરમિયાન ડ્રિમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનની સમીક્ષા પણ કરી હતી. મંત્રીએ કડોદરા નજીક નિર્માણ પામી રહેલા પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. પ્રોજેક્ટની તૈયારીઓ જાેઇને તેમણે સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, જે પ્રકારે કામની સ્પીડની હોવી જાેઇએ તે પ્રકારે કામ ઝડપથી ચાલી રહ્યું છે. કામ ખુબ જ સંતોષજનક છે. વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ ઝડપથી સાકાર થવા તરફ આગળ વધી રહ્યો છે.
કેન્દ્રીય રેલવે મંત્રીની સાથે સાથે કેન્દ્રીય ટેક્ષ્ટાઇલ મંત્રી દર્શના જરદોષ પણ હાજર રહ્યા હતા. મંત્રીએ જણાવ્યું કે, ૨૦૨૬ સુધીમાં સુરતથી બિલિમોરા સુધીનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરૂ થઇ જશે. વડાપ્રધાન મોદીના પ્રોજેક્ટ પર કામગીરી ચાલી રહી છે.
સુરતના અંદરોલી ગામ નજીક ચાલી રહેલા બુલેટ રેલવે સ્ટેશનની કામગીરી પણ નિહાળી હતી. બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું ડિટેઇલથી ઇન્સપેક્શન કરવામાં આવ્યું હતું.
આ પ્રોજેક્ટથી એક લાખ લોકોને રોજગારી મળશે. મુંબઇથી અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન શરૂ થશે. ૧૬૦ કિલોમીટરનું કામ શરૂ થઇ ચુક્યું છે. ૬૦ કિલોમીટર વિસ્તારમાં પિલ્લર પણ નંખાઇ ચુક્યાં છે.સુરતના રેલવે સ્ટેશનનું ટેન્ડર જુલાઇના પ્રથમ અઠવાડીયામાં નિકળી જશે. ૩૦ રેલવે સ્ટેશન અંગેના ટેન્ડર મળી ચુક્યાં છે. બુલેટ ટ્રેનનું બાંધકામ એટલું સોલિડ હશે કે ધરતીકંપની પણ તેના પર અસર નહી થાય.
તેમાં સિસમી એક્ઝોવર લગાડાશે. વાઇબ્રેશન ઉપર સુધી પહોંચી જ ન શકે તે પ્રકારનું આયોજન કરવામાં આવશે. પ્રોજેક્ટની ટોટલ કોસ્ટ ૯૮૦ કરોડ રૂપિયા છે. આ પ્રોજેક્ટમાં સ્ટીલનો મહત્તમ ઉપયોગ કરવામાં આવશે.SS3KP