Western Times News

Gujarati News

ગુજરાતમાં ગણિતના શિક્ષકોને બોર્ડના પેપરમાં ખોટા માર્ક્સ આપવા બદલ રૂ.૬૪ લાખનો દંડ ફટકારાયો

ગુજરાત બોર્ડની પરીક્ષામાં એક મોટી ભૂલ એ થઈ હતી કે ઘણા શિક્ષકો કુલ માર્કસનો સરવાળો કરવામાં ભૂલ કરી હતી

ગાંધીનગર, ગુજરાત બોર્ડની પરીક્ષામાં એક મોટી ભૂલ એ થઈ હતી કે ઘણા શિક્ષકો કુલ માર્કસનો સરવાળો કરવામાં ભૂલ કરી હતી. ગણિતના એક શિક્ષકે ૩૦ માર્ક્સની મોટી ભૂલ કરી હતી જેના કારણે વિદ્યાર્થી ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષામાં નાપાસ થયો હતો. જ્યારે વિદ્યાર્થીઓએ પુનઃમૂલ્યાંકન માટે અરજી કરી ત્યારે, જ્યારે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ-GSEB પરિણામની પુષ્ટિ કરી, ત્યારે એવું બહાર આવ્યું કે પેપર ચેક કારનારા ગણિતના શિક્ષકે કુલ માર્ક્સનો સરવાળો કરવામાં ભૂલ કરી હતી. ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ-GSEB ૪,૪૮૮ શિક્ષકોને ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડ પરીક્ષામાં માર્ક્સ આપવામાં ભૂલ કરવા બદલ દંડ ફટકાર્યાે છે.

GSEB અધિકારીઓએ જણાવ્યું કે આ ભૂલોને કારણે આ શિક્ષકોએ ૬૪ લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે.બોર્ડના અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂલ કરનારા શિક્ષકોમાં ૧૦૦થી વધુ શિક્ષકો એવા છે જેમણે ૧૦ કે તેથી વધુ માર્કસની ભૂલો કરી હતી, અને આમાં મોટાભાગના ગણિતના શિક્ષકો હતા.GSEB વાઇસ ચેરમેન દિનેશ પટેલે જણાવ્યું હતું કે, આ દંડ એ સુનિશ્ચિત કરવા માટે વસૂલવામાં આવે છે કે શિક્ષકો માર્કિંગ પ્રક્રિયામાં સતર્ક રહે.શિક્ષકોની આ ભૂલોએ વિદ્યાર્થીઓ માટે સમસ્યા ઊભી કરે છે, કારણ કે ડિપ્લોમા અભ્યાસક્રમોમાં પ્રવેશ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડ પરીક્ષાના પરિણામો પર આધારિત છે. ખાસ કરીને ગણિત અને વિજ્ઞાન જેવા હાઈ સ્કોર ધરાવતા વિષયોમાં હજારો વિદ્યાર્થીઓ તેમના ગુણ સુધારવાની આશામાં પેપરના પુનઃમૂલ્યાંકન માટે અરજી કરે છે.

ગુજરાત હાયર સેકન્ડરી ટીચર્સ એસોસિયેશનના પ્રમુખ ભરત પટેલે જણાવ્યું હતું કે ૩૦ માર્ક્સની આ ભૂલ ગણિતના શિક્ષકના કારણે થઈ હતી, જેઓ એક માર્કસ પણ વધારે આપતા નથી. જ્યારે વિદ્યાર્થી વિષયમાં નાપાસ થયો અને પુનઃમૂલ્યાંકન માટે અરજી કરી ત્યારે આ ભૂલ પકડાઈ હતી. કુલ મળીને ધોરણ-૧૦ના પેપર ચેકર્સ તરીકે કામ કરનારા ૧,૬૫૪ શિક્ષકોને ભૂલો બદલ સામૂહિક રીતે રૂ.૨૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

એક માર્કની દરેક ભૂલ બદલ શિક્ષકોને ૧૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ધોરણ-૧૦ના પેપર ચેકર્સ તરીકે કામ કરનારા ૧,૬૫૪ શિક્ષકોને ભૂલો બદલ સામૂહિક રીતે રૂ.૨૦ લાખનો દંડ, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના ૧,૪૦૪ પેપર ચેકર્સ પર ૨૪.૩૧ લાખ રૂપિયા અને ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના ૧,૪૩૦ પેપર ચેકર્સ પર ૧૯.૬૬ લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.ગુજરાત માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટસિંહ મહિડાએ જણાવ્યું હતું કે શિક્ષકો દ્વારા કરવામાં આવતી કેટલીક સામાન્ય ભૂલોમાં માર્કસની ગણતરી કર્યા પછી માર્કસ આગળ ન લઈ જવા, ચોક્કસ જવાબોના માર્કસ ધ્યાનમાં લેવાનું ભૂલી જવા અને ૨.૫ અથવા ૫.૫ જેવા કુલ માર્કસને રાઉન્ડ ન કરવા જેવી કેટલીક સામાન્ય ભૂલોનો સમાવેશ થાય છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.