ગુજરાતમાં ચોમાસાની સિઝનનો કુલ 36.25 ટકા વરસાદ થયો
છેલ્લા ચોવીસ કલાકમાં 14 જિલ્લાના 33 તાલુકામાં મેઘમહેર: બનાસકાંઠાના વાવ તાલુકામાં સૌથી વધુ 20 મીમી વરસાદ
ગુજરાત રાજ્યમાં ચોમાસાની સિઝનના કુલ વરસાદના 36.25 ટકા વરસાદ વરસ્યો છે. (22 જુલાઈ સુધી). રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં 14 જિલ્લાના 33 તાલુકામાં વરસાદ થયો છે. સૌથી વધુ વરસાદ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકા(20 મીલીમીટર)માં નોંધાયો છે.
જો ઉત્તર ગુજરાતની વાત કરીએ બનાસકાંઠા જિલ્લામાં વાવ સિવાય થરાદ તાલુકામાં(5 મીલીમીટર),સુઈગામ તાલુકામાં(7 મીલીમીટર), ધાનેરા તાલુકામાં (2 મીલીમીટર) અને ડિસા તાલુકામાં (2 મીલીમીટર) વરસાદ નોંધાયો હતો.
ઉત્તર ગુજરાતમાં પાટણ, મહેસાણા,સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લામાં વરસાદ નોંધાયો ન હતો, પણ અરવલ્લી જિલ્લાના ભીલોડા તાલુકામાં(3 મીમી) જેટલો વરસાદ નોંધાયો હતો.
મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છુટોછવાયો વરસાદ નોંધાયો હતો. અમદાવાદ શહેરમાં(1 મીમી) વરસાદ નોંધાયો હતો. જો કે, ખેડા, આણંદ અને મહિસાગર જિલ્લા કોરા રહ્યા હતા.તો બીજી તરફ વડોદરાના પાદરા તાલુકા(17મીમી), વડોદરામાં (4 મીમી) અને વાઘોડિયામાં(3 મીમી) વરસાદ નોંધાયો હતો.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં(1 મીમી),ગોધરા તાલુકામાં(2 મીમી), હાલોલમાં (6 મીમી),જાંબુઘોડા તાલુકામાં (4 મીમી),કાલોલ તાલુકામાં(1મીમી),મોરવા હડફ તાલુકામાં( 5મીમી) વરસાદ નોંધાયો હતો. તો દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકામાં( 7 મીમી), ધાનપુર તાલુકામાં(9 મીમી), ઝાલોદ તાલુકામાં( 7 મીમી), લીમખેડા તાલુકામાં( 5 મીમી) જેટલો વરસાદ પડ્યો હતો.
સૌરાષ્ટ્રના પણ મોટાભાગના જિલ્લાઓ વરસાદવિહોણા રહ્યા હતા. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર,રાજકોટ,મોરબી, જામનગર,ભાવનગર, અમરેલી, બોટાદ અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના એક પણ તાલુકામાં વરસાદ થયો નથી. જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં( 1 મીમી) અને ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકામાં( 1 મીમી) વરસાદ નોંધાયો હતો. તો દક્ષિણ ગુજરાતમાં ભરુચ જિલ્લાના આમોદ તાલુકામાં( 6 મીમી), ભરુચ તાલુકામાં( 2 મીમી), ઝગડિયા તાલુકામાં( 5 મીમી), વાગરા તાલુકામાં( 5 મીમી) વરસાદ નોંધાયો હતો. નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં( 4 મીમી) વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લામાં સુરત શહેરમાં( 18 મીમી) વરસાદ નોંધાયો.નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં( 4 મીમી) વરસાદ નોંધાયો હતો. વલસાડ,ડાંગ, અને તાપી જિલ્લાના એક પણ તાલુકામાં વરસાદ નોંધાયો નથી.
કચ્છ જિલ્લામાં પણ છેલ્લા ચોવીસ કલાકમાં લખપત(6મીમી) અને નખત્રાણા(14મીમી) વરસાદ નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાતના તમામ તાલુકાઓમાં આ સિઝનમાં વધતા-ઓછા પ્રમાણમાં વરસાદ થયો છે. આ સિઝનમાં જૂન મહિનામાં 122 મીલીમીટર અને જુલાઈ મહિનામાં 178 મીલીમીટર જેટલો વરસાદ વરસ્યો છે.