ગુજરાતમાં ચોમાસું ૨૦-૨૧ જૂન વચ્ચે બેસશે: હવામાન વિભાગ
અમદાવાદ,રાજ્યમાં આ વર્ષે ચોમાસુ ૧૦ જૂનની આસપાસ બેસવાની શક્યતા હતી. પરંતુ, પવનની પેટર્ન સાનુકૂળ ન હોવાથી કેરળમાં ચોમાસુ પાંચ દિવસમાં બેસવાની શક્યતા છે. જેથી હાલ ગુજરાતમાં ચોમાસુ વહેલુું બેસવાની કોઇ શક્યતા નથી, પણ રાજ્યમાં ચોમાસું ૨૦-૨૧ જૂન વચ્ચે બેસશે.
અમદાવાદનું મહત્તમ તાપમાન ૪૧.૩ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૮.૦ ડિગ્રી નોંધાયું હતું. આગામી બે દિવસ શહેરમાં ગરમીથી રાહત રહ્યા બાદ ફરીથી ગરમીનો પારો ૪૩ ડિગ્રી પહોંચવાની શક્યતા છે. દક્ષિણ-પશ્ચિમી પવન વચ્ચે રાજ્યના ૩ શહેરોમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીથી વધુ નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં ૪૧.૭ ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર બન્યું હતું.
આ ઉપરાંત રાજ્યના અન્ય શહેરોમાં ગરમીનો પારો ૩૯.૦ ડિગ્રીથી નીચે નોંધાયો હતો. ૧૫ દિવસ સુધી રાજ્યમાં ચોમાસુ બેસવાની શક્યતા નહિવત હોવાથી ગરમી અને બફારાનું પ્રમાણ યથાવત રહેશે. જાે કે, રાજ્યમાં ૨૦ જૂન બાદ ચોમાસુ સક્રિય થવાની વકી છે.આ વર્ષે ૫થી ૧૦ જૂન વચ્ચે ગુજરાતમાં ચોમાસુ બેસવાની શક્યતા હતી.
ચોમાસુ હાલમાં શ્રીલંકા પહોંચ્યું છે, તેમજ ચાર-પાંચ દિવસમાં કેરળ સુધી પહોંચશે, પણ ત્યારબાદ પશ્ચિમ કાંઠા તરફ ખૂબ ધીમેથી આગળ વધશે. જેથી આગામી ૧૫ દિવસ સુધી ચોમાસાની પ્રગતિ ધીમી રહેશે. એટલું જ નહિ, રાજ્યમાં વરસાદ ખેંચી લાવે તેવા પવનની સાનુકૂળ પેટર્ન ન રચાતાં વહેલું ચોમાસુ બેસે તેવા સંજાેગો હાલ નથી.hs3kp