ગુજરાતમાં ચોવીસ કલાકમાં કોરોનાના ૨૭૮ કેસ નોંધાયા
અમદાવાદ: ભારતમાં કોરોના વાયરસના દક્ષિણ આફ્રિકા અને બ્રાઝીલના વેરિયન્ટની એન્ટ્રી થઈ છે. જે પછીથી ફરી એકવાર સતર્કતા વધી છે. નોંધનીય છે કે પહેલાથી જ કોરોનાના યુકે વેરિયન્ટથી ચિંતા વધી છે. બેંગલુરુ એરપોર્ટ પર આફ્રિકા-બ્રાઝીલથી આવતા લોકો માટે ઇ્ઁઝ્રઇ ટેસ્ટ પણ ફરજિયાત બનાવવામાં આવ્યા છે.
ગુજરાતમાં પણ ૨૪ કલાકમાં કોરોનાના નવા ૨૭૮ કેસ નોંધાયા છે તો વધુ ૨૭૩ દર્દીઓ સ્વસ્થ થતાં રિકવરી રેટ પણ ૯૭.૭૦% થયો છે. રાજ્યમાં ૨૪ કલાકમાં કોરોનાના કુલ ૨૭૮ કેસ નોંધાયા છે તો તેની સામે રાજ્યમાં ૨૪ કલાકમાં ૨૭૩ દર્દીઓ સ્વસ્થ થયા છે. જેથી હવે કોરોના મહામારીમાં રાજ્યમાં કુલ ૨૫૯૯૨૮ દર્દીઓ કોરોનાને હરાવવામાં સફળ રહ્યાં છે. જેથી રાજ્યનો રિકવરી રેટ પણ ૯૭.૭૦%એ પહોંચ્યો છે. રાજ્યમાં નવા કેસમાંથી અમદાવાદમાં ૫૯, સુરતમાં ૪૭, વડોદરામાં ૫૮ તેમજ રાજકોટમાં ૪૨ દર્દીઓનો સમાવેશ થાય છે.
જ્યારે રાજ્યમાં કુલ ૧૭૦૩ એક્ટિવ કેસમાંથી ૩૨ દર્દીઓને વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યાં છે. જ્યારે ૧૬૭૧ સ્ટેબલ છે. રાજ્યમાં ૨૪ કલાકમાં અમદાવાદ કોર્પોરેશનમાં ૧ મોત નોંધાતા હવે રાજ્યમાં કુલ મૃત્યુઆંક પણ ૪૪૦૩એ પહોંચ્યો છે.
ગુજરાતમાં પણ ૨૪ કલાકમાં ૩૧૭ કેન્દ્રો પર ૩૭૧૮ વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. જેથી અત્યાર સુધીમાં કુલ ૮,૦૫,૬૩૦ વ્યક્તિઓનું રસીકરણ થયું છે. નોંધનીય છે કે છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યમાં અમરેલી, અરવલ્લી, ભાવનગર, બોટાદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, નર્મદા અને પોરબંદર એમ કુલ ૮ જિલ્લામાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. ગુજરાતમાં હવે ધીરે ધીરે કોરોના વાયરસ કેસો ઓછા થઈ રહ્યા છે.