ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના માત્ર ૪૨ નવા કેસ નોંધાયા
ગુજરાતની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના માત્ર ૪૨ નવા કેસ નોંધાયા છે જ્યારે ૨૬૨ લોકોએ કોરોનાને હરાવ્યો છે. આમ રિકવરી રેટ ૯૮.૬૬ ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કુલ ૯૩૧ કોરોના દર્દીઓ છે જેમાંથી ૯ વેન્ટીલેટર ઉપર છે
જ્યારે ૯૨૨ દર્દીઓ સ્ટેબલ છે જ્યારે અત્યાર સુધીમાં ગુજરાતમાં ૧૦,૦૭૩ લોકોના મોત થયા છે.
સુરત કોર્પોરેશનમાં ૧૧ કેસ, અમદાવાદ કોર્પોરેશનમાં ૭ કેસ, રાજકોટ કોર્પોરેશનમાં ૩, વડોદરા કોર્પોરેશનમાં ૩, કચ્છમાં ૨ કેસ, સુરત જિલ્લામાં ૨ કેસ, સુરેન્દ્રનગરમાં ૨ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત આણંદ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, જુનાગઢ, નવસારી, રાજકોટ જિલ્લા, વોડદરા જિલ્લા અને વલસાડ આ તમામમાં એક એક કેસ નોંધાયો હતો.