Western Times News

Gujarati News

ગુજરાતમાં જનતા કર્ફયુના અમલને બહોળો પ્રતિસાદ

Files Photo

(પ્રતિનિધિ) અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે કોરોના વાયરસના મુદ્દે દેશને સંબોધન કરી રવિવારે જનતા કફર્યુ રાખવા માટે અપીલ કરી છે અને આ અપીલને દેશભરમાંથી બહોળો પ્રતિસાદ મળી રહયો છે ગુજરાતમાં પણ જનતા કફર્યુ માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને સોશિયલ મીડિયા પર મોટાભાગના નાગરિકોએ જનતા કફર્યુમાં જાડાવવાની હાકલ કરી છે સરકારી તંત્ર દ્વારા પણ જનતા કફર્યુનો અમલ કરાવવામાં આવશે જાકે આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. અમદાવાદ શહેરમાં પણ પોલીસતંત્ર તથા સરકારી તંત્ર એલર્ટ થઈ ગયું છે રવિવારે મ્યુનિ. કોર્પો. તંત્ર દ્વારા લાલબસો નહી દોડાવવાનો નિર્ણય કરાવવામાં આવ્યો છે આ ઉપરાંત જનતા કફર્યુની અપીલને લઈ મ્યુનિ. કોર્પો. તંત્ર દ્વારા અન્ય મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા છે.

દેશમાં દિવસને દિવસે કોરોના વાયરસના કેસોમાં ચિંતાજનક વધારો થઈ ગયો છે અને મૃત્યુઆંક પણ વધવા લાગ્યો છે એક પછી એક ૧૭ જેટલા રાજયોમાં કોરોનાના કેસો નોંધાતા કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય સતર્ક બની રહયું છે આ પરિસ્થિતિમાં  લોકોમાં જાગૃતિ આવે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે રાત્રે દેશના નાગરિકોને સંબોધન કર્યું હતું તેમણે સંયમ અને સંકલ્પથી કોરોનાને હરાવવાની વાત જણાવી હતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશોમાં લોકડાઉનની સ્થિતિ  સર્જાઈ છે

ત્યારે ભારતમાં આવી પરિસ્થિતિ ન સર્જાય અને કોરોના વાયરસ ફેલાતો અટકે તે માટે રવિવારે જનતા કફર્યુની હાકલ કરી હતી. વડાપ્રધાન મોદીની જનતા કફર્યુની અપીલને તાત્કાલિક લોકોએ આવકારી હતી અને કોરોના વાયરસ પ્રત્યે જાગૃતિ આવી ગઈ છે. રવિવારે જનતા કફર્યુમાં જાડાવા માટે દેશના મોટાભાગના નાગરિકોએ તૈયારી બતાવી છે અને વડાપ્રધાન મોદીનું પ્રવચન પૂર્ણ થતાંની સાથે જ સોશિયલ મીડિયામાં જનતા કફર્યુમાં જાડાવા માટે સ્વયંભૂ રીતે અપીલ કરવામાં આવી હતી.

ગુજરાતમાં પણ જનતા કફર્યુ માટે સરકારી તંત્ર સતર્ક બની ગયું છે. જનતા કફર્યુમાં આવશ્યક સેવાઓની સાથે સંકળાયેલા કર્મચારીઓને છુટ આપવામાં આવી છે જાકે સ્વયંભૂ રીતે જનતા કફર્યુમાં જાડાવાનું હોવાથી સરકારી તંત્ર આ માટે કોઈના પર દબાણ કરવાનું નથી પરંતુ લોકો પણ હવે જાગૃત બન્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને આવકારી જનતા કફર્યુમાં સ્વયંભૂ રીતે જાડાવાના છે.

વડાપ્રધાનએ ભીડભાવાળી જગ્યાઓ પર નહી જવા જણાવ્યું છે જેના પગલે નાગરિકોએ પણ વડાપ્રધાન મોદીની આ સલાહને માની છે જાકે ગુજરાતમાં જાહેર સ્થળો પર છેલ્લા એક સપ્તાહથી નહિવત પ્રમાણમાં નાગરિકો જાવા મળી રહયા છે અને બજારો પણ સુમસામ બની ગયા છે

આ દરમિયાનમાં જનતા કફર્યુની અપીલના પગલે રવિવારે ગુજરાતમાં ઝડબેસલાક જનતા કફર્યુ જળવાઈ રહે તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આ દિવસે અમદાવાદ મ્યુનિ. તંત્ર દ્વારા લાલ બસો પણ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે અને અગાઉથી જ બગીચાઓ બંધ કરી દેવાયા છે જનતા કફર્યુમાં હોટલના સંચાલકો પણ હવે એકસુત્ર થઈ રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.