ગુજરાતમાં ટુરિઝમનો ગ્રોથ બે દાયકા પહેલાં 1.25 ટકા હતો આજે વધીને 18 ટકા
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો ‘એશિયા બિગેસ્ટ ટુરિઝમ એવોર્ડ 2022’
– ગુજરાત ટૂરિઝમનો વિકાસ થવાથી આજે દેશ અને દુનિયાના લીડર્સ સીધા ગુજરાત આવતા થયા છે
અમદાવાદ સાયન્સ સિટી ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘એશિયા બિગેસ્ટ ટુરિઝમ એવોર્ડ 2022’આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસરે એવોર્ડ વિજેતાઓને સૌને અભિનંદન પાઠવતા શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું, કોરોનાકાળમાં ટુરિઝમ સેક્ટરને ખૂબ મોટો ફટકો પડ્યો હતો પણ હવે આ સેક્ટરને સુખ જોવાનો સમય આવ્યો છે એટલે જ આ દુઃખ પછીનું સુખનો આનંદ છે.
તેમણે ઉમેર્યું હતું કે ગુજરાતમાં ટુરિઝમનો ગ્રોથ બે દાયકા પહેલાં 1.25 ટકા હતો. તત્કાલીન મુખ્યમંત્રીશ્રી હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના સતત માર્ગદર્શન અને પ્રયાસથી આજે આ ગ્રોથ 18% પહોંચી ગયો છે. આમ આજે ગુજરાતે દરેક ક્ષેત્રે વિકાસ કર્યો તેમાં એક મહત્વનું ક્ષેત્ર પ્રવાસન ક્ષેત્ર પણ સતત પ્રગતિ કરી રહ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આજે વર્લ્ડમાંથી લોકો સીધા ગુજરાત પ્રવાસ પર આવતા થયા છે અને એ માત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી થયું છે.
આ અવસરે મુખ્યમંત્રીએ કહ્યું કે, નરેન્દ્રભાઈએ વિકાસની રાજનીતિ શરૂ કરી ત્યારથી ગુજરાતને સમગ્ર દેશનું ગ્રોથ એન્જીન બનાવ્યુ છે.
આજે શ્રી નરેદ્રભાઈની પ્રેરણાથી દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે આપણે સૌ શ્રી નરેન્દ્રભાઈ મોદીના સપનાંને સાકાર કરવાના છે એમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે ડેપ્યુટી મેયર શ્રી ગીતાબેન પટેલ, ડી.જી.પી. શ્રી આશિષ ભાટિયા, સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના સચિવ શ્રી વિજય નેહરા, ગુજરાત ટુરિઝમના સેક્રેટરી શ્રી હરિત શુક્લા, આઇ.એ.એસ. શ્રી આલોક પાંડે, બીએસએફ આઇ.જી. જી.એસ. મલિક તેમજ ટૂર ઓપરેટર્સ અને ટ્રાવેલ્સ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.