ગુજરાતમાં ટેરર એટેકના ઈનપુટ મળ્યા
બુલેટ પ્રુફ જેકેટ તથા હથિયારો સાથે જવાનો બોર્ડર પર તૈનાતઃ ગુજરાતમાં પ્રવેશતા તમામ રસ્તાઓ ઉપર સઘન ચેકીંગઃ દરિયાઈ સરહદો પર પેટ્રોલીંગ વધારાયુંઃ શહેરમાં પણ સઘન ચેકીંગ |
નવી દિલ્હી : જમ્મુ-કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ દૂર થયા બાદ પાક. વડાપ્રધાન ઈમરાન ખાન ગાભરૂ બની ગયા છે અન્ય દેશોમાં સહાય માટે હાથતો લંબાવ્યા પરંતુ માત્ર ચીન સિવાય કોઈએ તેમને સાથ તો ન આપ્યો પરંતુ ભારતે ૩૭૦ની કલમ ઉઠાવી લઈ ક્રાંતિકારી પગલુ લીધુ હોવાનું જણાવ્યું હતું. વિદેશના દેશોમાંથી સહકાર ન મળતાં ગભરાયેલા ઈમરાને ભારત પર આક્રમણ કરવાનો મનસુબો ન ઘડયો હોય એક પછી અકે ભારતને ધમકીઓ આપી રહ્યા છે જેને કારણે ભારત- પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે.
પાક.ની ધમકીઓ બાદ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વ્ય્વસ્થા વધુ કડક બનાવવામાં આવી છે હાલમાં કાશ્મીરનું જન જીવન રાબેતા મુજબ થયું છે. દરમ્યાનમાં ચાર અફઘાનીઓ ભારતમાં અફઘાનીસ્તાનના પાસપોર્ટ પર ઘુસ્યા છે તથા ભીડ ભાડ વાળી જગ્યા પર હુમલો કરવાનો તેમના નાપાક ઈરાદાની ગુપ્તચર સંસ્થાને માહીતી મળતા એસ.ઓ.જી તથા અન્ય એજન્સીઓએ રાજયોને એલર્ટ રહેવા સુચના આપી છે.
પ્રાપ્ત થયેલ માહીતી અનુસાર આ ચારેય અફઘાનીઓ ર૦૧૯ના ઓગસ્ટ માસમા અફઘાનિસ્તાનના પાસપોર્ટ પર ભારતમાં ઘુસ્યા છે. આ ચાર અફઘાની આંતકીઓમાંથી એક શકમંદ અફઘાનીસ્તાનીનો પોલીસે ફોટો જાહેર કર્યો હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર ગુજરાતમાં ટેરર એટેકના ઈનપુર મળી આવતા ગુજરાતની સરહદો પર સુરક્ષાદળમાં વધારો કરવામાં આવ્યો છે
કોસ્ટગાર્ડ તથા સુરક્ષાદળના જવાનો સતત પેટ્રોલીંગ કરી રહ્યા છે ગુજરાત- રાજસ્થાનની રતનપુરની બોર્ડર સીલ કરવામાં આવી છે તથા પોલીસને બુલેટપ્રુફ જેકટ તથા હાઈએલર્ટના આદેશ અપાયા હોવાનું જાણવા મળે. એસ.આર.પી.ની ટુકડીઓ તહૈનાત કરવામાં આવી છે રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા દરેક વાહનોનું સઘન ચેકીંગ શરૂ કરવામાં આવ્યું છે.