ગુજરાતમાં ઠંડા પવનો સાથે હાડ થીજાવતી ઠંડી
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: છેલ્લા એક સપ્તાહથી પડી રહેલી ઠંડીનું જાર ગુજરાતમાં વધી રહ્યુ છે. ઠંડીની સાથે સાથે ઠંડા પવનથી હાડ થીજી જાય છે. આજે ગુજરાતના દસ શહેરોમાં ઉષ્ણતામાન ૧૦ ડીગ્રીની નીચે છે. હવામાન ખાતાના સુત્રોના જણાવ્યા અનુસાર આગામી ર૪ કલાક સુધી કોલ્ડવેવની અસર રહેશે. કચ્છ પણ ઠંડીની લપેટમાં લપેટાયેલું છે. ભૂજમાં પણ ઉષ્ણતામાન ૭ ડીગ્રી નોંધાયુ છે. જ્યારે નલીયાનું ઉષ્ણતામાન ૭.૮ ડીગ્રી નોંધાયુ છે. બર્ફિલા પવનથી ગુજરાત ઠંડીથી ઠુંઠવાઈ રહ્યુ છે.
અમદાવાદના શહેરીજનો ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે. ઉષ્ણતામાન ૧ર.ર ડીગ્રી સાથે સાથે ઠંડા પવનોને કારણે લોકો થર થર ધૃજી રહ્યા છે.
ગરમ કપડાંમાં સજ્જ થઈ બાળકો સવારે નિશાળે જતાં હોય છે. બગીચાઓમાં પણ ઠંડી પડતી હોવા છતાં ઘણા લોકો મો‹નગ વાક, જાગીગ, તથા વ્યાયામ કરતા જાવા મળે છે. પશ્ચિમ વિસ્તારમાં આવેલ બગીચાઓની બહાર લારીમાં વિવિધ સુપોનું વેચણ ધમધમી રહ્યુ છે.
સુકામેવાના ભાવ વધારે હોવાનેક ારણે મેથીપાક, ગુંદરપાક, અદડીયા પાક, સાલમપાકના ભાવમાં પણ ર૦ થી ૩૦ ટકાનો વધારે થવાથી માંગ ઘટી રહી હોવાનું જાણવા મળે છે. જ્યારે ગરમ વસ્ત્રો વેચતી દુકાનોમાં ગરમ કપડાં ખરીદી માટે લોકો સારી એવી સંખ્યામાં જાવા મળી રહ્યા છે. ઠંડીને કારણે તબીબોના દવાખાનામાં શરદી ઉધરસના દર્દીઓની સંખ્યા વધુ જાવા મળી રહી છ.
આજે ગુજરાતના શહેરોનું ઉષ્ણતામાન, રાજકોટ ૮.૭, અમરેલી ૮.૬, ભૂજ ૭, જૂનાગઢ ૯.૪, કંડલા ૯.૮, ગાંધીનગર ૧ર.ર પોરબંદર-ડીસા ૧૦.૬, મહુવા ૧૧.૬, સુરેન્દ્રનગર ૧૧.૬, નલીયા ૭.૮, વલસાડ ૧૩.૧, વડોદરા ૧૩.૬, કેશોદ ૮.૯, દીવ ૧ર.ર ગીરનર ૪.૪ હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાને કારણે પારો માઈનસ ર૪ ડીગ્રી સુધી પહોંચી ગયો છે. સિમલામાં ઉષ્ણતામાન ર ડીગ્રી હતુ. હરિયાણાનું નારનૌલ ર.૩ ડીગ્રી જ્યારે રાજસ્થાનના સિકરમાં પારો ૧ ડિગ્રી નોંધાયો હતો.
દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડી તથા ધુમ્મસના કારણે અનેક ફલાઈટો મોડી પડી રહી છે. સૌરાષ્ટ્રમાં અનેક ઠેકાણે પારો ૧૦ ડીગ્રીથી નીચે તથા રપ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. આમ, ગુજરાતમાં પણ હાડથીજાવતી ઠંડી પડી રહી છે. અમદાવાદ શહેરની એરક્વોલિટી ઈન્ડેક્ષ ૧૭૦ છે જેને કારણે મકરબા, વટવા ,મણીનગર, દાણીલીમડા, સૌથી વધુ પ્રદુષિત હોવાનું જાણવા મળે છે.