ગુજરાતમાં ડેન્ગ્યુનો કહેર યથાવત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2019/10/Dengue.jpg)
આરોગ્ય વિભાગ રોગને નાથવામાં નબળું પૂરવાર : અમદાવાદમાં સૌથી વધારે ડેન્ગ્યુના કેસો |
અમદાવાદ : વરસાદની વિદાય બાદ રાજ્યભરમાં પાણીજન્ય રોગમાં ભારે ઉછાળો આવ્યો છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર તથા ગુજરાતનું આરગ્ય ખાતું ‘રોગ કાબુમાં છે એમ જ કહી રહ્યા છે. પરંતુ જે સતાવાર આંકડાકીય માહિતી પ્રાપ્ત થઈ છે ે જાતાં સૌથી વધારે ડેન્ગ્યુના કેસો અમદાવાદ અને ત્યારબાદ જામનગરમાં છે સતાવાર માહિતી પ્રકાશમાં આવતા મ્યુનિસિપલ કોર્પોરેશન તથા રાજ્યનું વિભાગ દોડતું થઈ ગયુ છે.
સરકાર તરફથી જે માહિતી મળી રહી છે તેમાં જણાવાયુ છે કે ગુજરાતમાં ડેન્ગ્યુના કેસો ૪૮પ૬ છે. જ્યારે મેલેરિયાના ૧.૧ર લાખ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ માહિતી માત્ર મ્યુનિસિપલ કોર્પોરેશનો, હેલ્થ સેન્ટરો, તથા સરકારી હોસ્પીટલોમાંની જ છે. પરંતુ ડેન્ગ્યુ તથા મેલેરીયાનો કહેર સમગ્ર ગુજરાતને ભરડામાં લીધો છે. બીનસતાવાર આંકડા અનુસાર ડેન્ગ્યુના જ માત્ર અમદાવાદમાં સપ્ટેમ્બરથી ૧૦ મી ઓક્ટોબર સુધીમાં ૪૦૦થી વધુ દર્દીઓ ડેન્ગ્યુની સારવાર લઈ રહ્યા છે. જયારે મેલેરીયામાં સપડાયેલા દર્દીઓની સંખયા હજાર ઉપરાંત હોવાનું જણાવાયુ છે.
એક ખાનગી પ્રેક્ટીસ કરતાં ડોક્ટરનું કહેવું છે કે સપ્ટેમ્બર માસમાં તેમને ૧૦૦ થી વધુ દર્દીઓને મેલેરીયાની દવા અપાઈ છે. ગુજરાતમાં રોગચાળો વકરવાનું મુખ્ય કારણ વરસાદ બાદ રસ્તાઓ ઉપર જે ખાડાઓમાં પાણી ભરાયા છે. જેને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે.આ ઉપરાંત ઠેર ઠેર મળતા ગંદકી તથા કચરાના ઢગલા, સ્વચ્છતા અભિયાનને બહાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને લાખ્ખો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ શહેરને સ્વચ્છ બનાવી શક્યા નથી.
અમદાવાદ બાદ જામનગરમાં પણ માત્ર ૧૩ જ દિવસમાં ડેન્ગ્યુના ૬ર૦ કેસો નોંધાયા છે. સુરત, વડોદરા, રાજકોટ, આણંદ, ઠેર ઠેર મેલેરીયાના દર્દીઓ વધી રહ્યાનો રીપોર્ટ છે. રોગચાળાને નાથવા સરકાર તથા મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓનું યોગ્ય પ્લાનિંગ ન હોવાને કારણે તથા ફેગીંગ મશીન દ્વારા દવા છાંટવામાં પણ વ્હાલા દવલાની નીતિ અપનાવાઈ રહી હોવાની માહિતી મળી છે.