ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવા માટે ડાર્ક વેબનો ઉપયોગ
અમદાવાદ, પાછલા કેટલાક સમયમાં ગુજરાતમાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ, નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો અને સ્થાનિક પોલીસ દ્રારા ડ્રગ્સની હેરાફેરીના ભાંડા ફોડ્યા છે. આ દરમિયાન ડ્રગ્સને ગુજરાત તથા ભારતના અલગ-અલગ રાજ્યોમાં લઈ જવા માટે ઈરાન, પાકિસ્તાન, નાઈજિરિયા અને સાઉથ આફ્રિકાથી ડ્રગ્સ માફિયાઓ ડાર્ક વેબથી વર્ચ્યુઅલ દ્વારા સંપર્ક કરે છે જેથી તેઓ ઓળખ છતી થઈ શકે નહીં.
દેશમાં ડ્રગ્સની જાળ બીછાવવા માટે જે પ્રકારે માફિયાઓ રસ્તો અપનાવતા હતા તેનો મોટો ભાંડો ફૂટ્યો છે. ગુજરાત એટીએસ દ્વારા તાજેતરમાં ૩૦ કિલોગ્રામ હેરોઈન સાથે સાતની ધરપકડ કરી હતી, જેઓ ઈરાનથી ત્રણ ડ્રગ્સના જથ્થા સપલાય કરતા હતા. જેમાંથી બે ઈરાનથી અને એક પાકિસ્તાનથી ડ્રગ્સનો જથ્થો સપલાય કરાયો હતો.
દરિયાની વચ્ચે ૧૮ સપ્ટેમ્બરે હાથ ધરવામાં આવેલા ઓપરેશનમાં ડ્ર્ગ્સની હેરાફેરીનો મોટો ભાંડો ફૂટ્યો હતો. આ હેરાફેરીની તપાસમાં બહાર આવ્યું હતું કે ગુનેગારો થુરિયા અને સેટેલાઈટ ફોન દ્રારા દરિયાની મધ્યમાં ડ્રગ્સની આપ-લે માટે સંપર્ક કરતા હતા. આ અંગે એટીએસ અધિકારી જણાવે છે કે, આ સિવાય, તેઓ મહારાષ્ટ્ર કે ગુજરાત પ્રવેશ મેળવ્યા પછી વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરતા હતા.
ડ્રગ માફિયા હેરોઈન પંજાબ પહોંચાડવા માગતા હતા. ભારતમાં એન્ટ્રી કર્યા પછી ડ્રગ્સ માફિયા વર્ચ્યુઅલ નંબરો અને ડાર્ક વેબનો ઉપયોગ કરતા હતા.
ડ્રગ્સની હેરાફેરી અને માફિયાઓની કરતૂત અંગે વધુમાં અધિકારીએ જણાવ્યું કે, સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયામાં, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ઝામ્બિયાના ડ્રગ્સ પેડરને ૨ કિલોગ્રામ કોકેઈન સાથે શહેરના એરપોર્ટ પરથી પકડ્યો હતો, આ પછી નાઈજિરિયાનો ડ્રગ પેડલર પણ પકડાયો હતો. આ લોકો વર્ચ્યુલ નંબરનો ઉપયોગ કરતા હતા, જેથી તેઓ ટ્રેસ ના થઈ શકે, અને તેમના લોકેશન વિશે કોઈ જાણી ના શકે.SSS