Western Times News

Gujarati News

ગુજરાતમાં દર ૨ મિનિટે ૩ લોકો કોરોનાના શિકાર થઈ રહ્યાં છે, સરકારની ચિંતા વધી

Files Photo

અમદાવાદ: ગુજરાતમાં કોરોનાના વધતા કેસોથી ચિંતા વધી રહી છે. પરિસ્થિતિ એવી ઉભી થઈ છે કે, કેટલાક શહેરોમાં તો આખાને આખા પરિવારો સંક્રમિત થઈ રહ્યાં છે. ત્યારે હાલ પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે, ગુજરાતમાં દર ૨ મિનિટે ૩ લોકોને કોરોનાનો ચેપ લાગી રહ્યો છે. હાલ ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો ૧૦ હજારને પાર પહોંચી ગયો છે. રાજ્યમાં પહેલીવાર ૨૪ કલાકમાં ૨૧૯૦ નવા કેસ નોંધાયા છે. તેમાં પણ સુરત અને અમદાવાદમાં સ્ફોટક સ્થિતિ છે. સુરતમાં દર કલાકે ૩૧, અમદાવાદમાં દર કલાકે ૨૬ને કોરોના થઈ રહ્યો છે.

તો સાથે જ ગુજરાતમાં દર કલાકે ૬૦ લોકો કોરોનાથી સાજા થઈ રહ્યા છે. ૨૪ કલાકમાં ૬ લોકોનો કાળમુખા કોરોનાએ ભોગ લીધો છે. અત્યાર સુધીમાં કોરોનાને લીધે કુલ ૪,૪૭૯ લોકોના મોત ગુજરાતમાં નોંધાયા છે. તો સામે રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો રિકવરી રેટ ૯૫.૦૭ ટકા પહોંચ્યો છે. ગુજરાતમાં કુલ ૧૦૧૩૨ એક્ટિવ કેસ, જેમાં ૮૩ દર્દીઓ વેન્ટિલેટર પર છે.

અમદાવાદમાં સતત વધતા કોરોનાના કેસથી ચિંતા વધી છે. કોરોનાના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલમાં ૬૫ જેટલા સિનિયર તબીબોને ડેપ્યુટેશન પર પરત બોલાવવામાં આવ્યા છે. સ્ઝ્રૈં ના ઇન્સ્પેકશન સંદર્ભે કરાયેલી ટ્રાન્સફર અંતર્ગતના તબીબોને પરત સિવિલમાં ફરજ માટે બોલાવાયા છે. અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં ૩૩૬ કોરોનાના દર્દીઓ સારવાર હેઠળ છે.

એક મહિના પહેલા સિવિલમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં માત્ર ૪૦ દર્દીઓ સારવાર પર હતા, જે વધીને ૩૩૬ થયા છે. હાલ સારવાર લઈ રહેલા ૩૩૬ દર્દીઓમાંથી ૮ વેન્ટિલેટર પર, ૩૭ બાયપેપ પર, તો ૧૩૫ દર્દીઓ ઓક્સિજન પર સારવાર હેઠળ છે. હાલ અમદાવાદ સિવિલ
કેમ્પસની કોવિડ હોસ્પિટલમાં ૯૨૦ કોરોનાના બેડ દર્દીની સારવાર માટે ફાળવવામાં આવ્યા છે.

અમદાવાદમાં કોરોનાના કેસો વધતા ખાનગી કોવિડ હૉસ્પિટલની સંખ્યામાં વધારો થયો છે. ૭૦ ખાનગી હૉસ્પિટલને બદલે હવે ૭૬ ખાનગી હૉસ્પિટલમાં કોરોનાની સારવાર મળશે. આ ૭૬ ખાનગી હૉસ્પિટલમાં કુલ ૨,૮૮૫ બેડ કોરોનાના દર્દીઓ માટે ઉપલબ્ધ કરાયા છે. કોરોનાના કેસો વધતા કુલ ઉપલબ્ધ બેડમાંથી ૪૮ ટકા જેટલા બેડ કોરોનાના દર્દીઓથી ભરાયા છે. ખાનગી હૉસ્પિટલના ૨,૮૮૫ બેડમાંથી હાલ ૧,૩૬૨ બેડ પર કોરોના દર્દીઓ સારવાર હેઠળ, ૧,૫૨૩ બેડ ખાલી છે. ખાનગી કોવિડ હૉસ્પિટલમાં આઈસોલેશનના બેડ પર ૫૦૫ દર્દીઓ સારવાર હેઠળ છે, તેમજ હાલ ૬૬૦ આઈસોલેશનના બેડ ખાલી છે.

પર કોરોનાના ૫૭૫ દર્દીઓ સારવાર હેઠળ, જ્યારે ૫૧૫ બેડ ખાનગી કોવિડ હોસ્પિટલમાં ખાલી છે. ખાનગી કોવિડ હૉસ્પિટલમાં ૧૮૫ વિથઆઉટ વેન્ટીલેટરના બેડ પર દર્દીઓ સારવાર હેઠળ, જ્યારે ૨૨૪ બેડ હાલ ખાલી છે. ૈંઝ્રેં વિથ વેન્ટીલેટર પર ૯૮ કોરોનાના દર્દીઓ દાખલ, જ્યારે ૧૨૪ જેટલા વિથ વેન્ટીલેટરના બેડ હાલ ખાલી છે. આ સિવાય અમદાવાદમાં ખાનગી હૉસ્પિટલ દ્વારા કોવિડ કેર સેન્ટર પર શરૂ કરાયા છે. ૪ કોવિડ કેર સેન્ટરમાં કુલ ૧૯૪ બેડ છે ઉપલબ્ધ, જેમાંથી હાલ માત્ર ૯ જ બેડ ભરાયેલા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.