ગુજરાતમાં દુકાનો રાત્રે ૮ અને રેસ્ટોરન્ટ રાત્રે ૯ સુધી ખુલ્લી રહેશે
ગાંધીનગર: દેશભરમાં કોરોના મહામારીના પગલે લોકડાઉન જાહેર કર્યાં બાદ અનલોક-૧ જાહેર કરવામાં આવ્યું હતું જેની મુદત આજે પુર્ણ થઈ જાય છે જેના પગલે ગઈકાલે કેન્દ્રીય ગૃહમંત્રાલયે સમગ્ર દેશ માટે અનલોક-ર માં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયોની જાહેરાત કરી હતી
આ ઉપરાંત હવે જે કોઈ પણ વધુ નિર્ણયો લેવાની સત્તા રાજય સરકારોને આપી હોવાથી અન્ય છુટછાટો રાજય સરકારો જ કરે તેવી સંપૂર્ણ શકયતાઓ છે જેના પગલે આજે ગુજરાતમાં દુકાનો બંધ કરવાના સમયમાં ઘટાડો કરવામાં આવે છે કે નહી તેના પર સૌ કોઈની નજર હતી રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વધુ છુટછાટો જાહેર કરતા જાહેરાત કરી હતી કે રાજયમાં હવે દુકાનો સાંજે ૭ વાગ્યાના બદલે ૮ વાગ્યા સુધી ખુલી રહેશે તથા હોટલો અને રેસ્ટોરન્ટોને ૯ વાગ્યા સુધી ચાલુ રાખવાની મંજુરી આપવામાં આવી છે જયારે રાત્રે ૧૦ વાગ્યાથી સવારના પ વાગ્યા સુધી કફર્યુનો કડક અમલ કરવામાં આવશે.
રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અનેક અટકળો વચ્ચે આજે સવારે જાહેરાત કરી હોવાનું જાણવા મળી રહયું છે હોટલ રેસ્ટોરન્ટોના માલિકોએ અગાઉ રાત્રે મોડે સુધી ધંધા રોજગાર ચાલુ રાખવા માટે સરકાર સમક્ષ રજુઆત કરી હતી જેના પગલે આજે જાહેરાત કરવામાં આવી છે કે રાત્રે ૯.૦૦ વાગ્યા સુધી હોટલો અને રેસ્ટોરન્ટો ચાલુ રહી શકશે આ નિર્ણયને રેસ્ટોરન્ટોના માલિકોએ આવકાર આપ્યો છે
આ ઉપરાંત દુકાનો પણ ૮.૦૦ વાગ્યા સુધી ચાલુ રાખવાની મંજુરી આપવામાં આવી છે જાકે રાત્રિ ફકર્યુનો અમલ કડકાઈથી કરવાનો પોલીસતંત્રને આદેશ આપવામાં આવ્યો છે. રાજયમાં માઈક્રો કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં કોઈ જ છુટછાટ નહી આપવાનો નિર્ણય લેવાયો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે નાગરિકોને સંબોધવાના છે આ દરમિયાનમાં રાજય સરકારોને અપાયેલી સત્તાને આધિન રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ જાહેરાત કરી છે અને સાથે સાથે માઈક્રો કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં વિશેષ તકેદારી રાખવાનું જણાવવામાં આવ્યું છે.