Western Times News

Gujarati News

ગુજરાતમાં પણ ખેડૂતો માટે મફતમાં ટ્રેકટર ભાડે મળશે

જેફાર્મ સર્વિસિસ ખેતી માટે ટ્રેક્ટર તેમજ ખેતીના સાધનો પૂરા પાડશે ઃ રાજ્યમાં ખેડૂતની આવક બેગણી કરવા નેમ
અમદાવાદ,  હવે ગુજરાત રાજયના લાખો ખેડૂતોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેવેલા સપનું સાકાર થાય તે પ્રકારે ખેતી અને તેની આવક બમણી કરવાના ભાગરૂપે મફતમાં ટ્રેકટર ભાડે મળશે. ખેડૂતોને તેમની ખેતી અને પાક ઉગાડવાની કામગીરી માટે ટ્રેકટર ભાડે આપવાની સેવા ટેફેની જેફાર્મ સર્વિસિસના પ્લેટફોર્મ થકી પ્રાપ્ય બનશે.

આજે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના કૃષિ મંત્રી આર.સી.ફળદુ, ગ્રામીણ વિકાસ અને ખેતી અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, ટેફેના પ્રોડકટ સ્ટ્રેટેજી અને કોર્પોરેટ રિલેશન્સના પ્રમુખ અને સીઓઓ ટી.આર.કેશવન સહિતના મહાનુભાવોની ઉપÂસ્થતિમાં જેફામ સર્વિસિસ એન્ડ્રોઇડ મોબાઇલ એપનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાન મોદીના સપનાને સાકાર કરતાં અને રાજયના ખેડૂતોની ખેતી અને આવકને બમણી કરતા આ પગલાંને આવકાર્યું હતુ અને ટેફેની જેફાર્મ સર્વિસિસની અનોખી પહેલને બિરદાવી હતી.

આ પ્રંસગે ટેફેના સીઓઓ ટી.આર.કેશવને જણાવ્યું હતું કે, ટેફેની જેફાર્મ સર્વિસિસ’ સીએસઆર પ્રવૃત્તિ છે જે ટેફેનીની ભારતના ખેડૂતોના જીવનને સમૃદ્ધ બનાવવાની દૂરદર્શિતા ધરાવતી પ્રવૃત્તિ છે. ગુજરાત સરકારની ભાગીદારી સાથે સીએમ વિજય રૂપાણી દ્વારા ગુજરાતમાં આ પહેલની શરૂઆત કરવામાં આવી છે, જે રાજ્યમાં આર્થિક મોડલની વહેંચણી સાથે ખેતીની ઉત્પાદકતા અને વૃદ્ધિ કરશે.

આ પગલું રાજ્યને ખેતીમાં આધુનિકરણ લાવવામાં મદદરૂપ સાબિત થશે. જેફાર્મ સર્વિસિસ સંપૂર્ણપણે પારદર્શક છે અને તેમાં કોઈ પણ જાતના છૂપા ચાર્જ કે કમિશન લેવામાં આવતું નથી. ટેફેના ચેરમેન અને સીઈઓ મલ્લિકા શ્રીનિવાસનને જણાવ્યું હતું કે, ભારત નાના ખેતરોની ભૂમિ છે. દેશના મોટા ભાગના ખેડૂતો અંદાજીત ૮પ ટકા લોકો પાસે પોતાની આવક અને નફો વધારવા માટે ખેતીના પૂરતા સાધનો નથી.

જેફાર્મ સર્વિસિસ એ સીએસઆર પ્રવૃત્તિ છે જે ખેડૂતોને ભાડેથી પોતાના ટ્રેક્ટર્સ અને ખેતીના સાધનો પૂરા પાડે છે અને નાના ખેડૂતો જેફાર્મ સર્વિસિસની એપ પરથી સીધી આ સર્વિસ મેળવી શકે છે. અમારો હેતુ ગુજરાતના ખેડૂતો પાસે પહોંચવાનો છે, સમગ્ર દેશના ખેડૂતોના જીવનને સ્પર્શવાનો તથા આપણા માનનીય વડાપ્રધાનના ૨૦૨૨ સુધી ખેડૂતોની આવકને બેગણી કરવાના વિઝનને પૂરો કરવાનો છે.

ઉપરાંત સ્થાનિક હવામાન આગાહી, નવા ભાવો, ખેતીને લગતા સમાચારો સતત આપતા રહેવા, તેમની ઉત્પાદન ક્ષમતા વધારવા અને તેમની આવકમાં નોંધપાત્ર વધારો કરવાનો હેતુ છે. જેફાર્મ તેની ફાર્મર ટુ ફાર્મર (એફ૨એફ) યોજના અંતર્ગત ગુજરાતના ૩૩ જિલ્લાઓના ખેડૂતોને મફતમાં ભાડેથી ટ્રેક્ટર્સ પૂરા પાડશે.

ગુજરાતમાં કામ કરતા ૫૨ ટકા લોકો પોતાની રોજીરોટી માટે ખેતી પર આધાર રાખે છે. તેમના માટો ભાગના નાના અને સીમાંત ખેડૂતો છે, ખેડૂતો જેફાર્મ સર્વિસિસ એપ દ્વારા ટ્રેક્ટરના માલિકો અને ખેતીના સાધનો ધરાવતા માલિકો દ્વારા સંચાલિત કસ્ટમ હાયરિંગ સેન્ટર્સ (સીએચસી) સાથે જોડાયેલા રહેશે. જેફાર્મ સર્વિસિસ એપ ખેડૂતો અને ખેતીના સાધનો ભાડે આપતા માલિકોને મોટુ મંચ પૂરૂ પાડે છે જેના દ્વારા તેઓ ખેતીના સાધનો ભાડે આપવા અને લેવા અંગે ચર્ચા કરી શકે છે અને પોતાની જરૂરીયાતો પૂરી કરવા માટે એકબીજા સાથે સંપર્કમાં રહીને વાટાઘાટો કરી શકે છે. ખેડૂતો જેફાર્મ સર્વિસિસ એન્ડ્રોઈડ એપ દ્વારા કે પછી ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર૧૮૦૦-૪-૨૦૦-૧૦૦ / ૧૮૦૦-૨૦૮-૪૨૪૨ પર ફોન કરીને ટ્રેક્ટર્સ અને સાધનો ભાડે લઈ શકે છે.

આ એપ સસ્તા એન્ડ્રોઈડ ફોનમાં પણ કામ કરશે અને તેમાં ડેટાનો વપરાશ ઓછો થાય તે રીતે તેને ડિઝાઈન કરવામાં આવી છે. તેમાં ગુજરાતી ઉપરાંત અન્ય પ્રાદેશિક ભાષાઓ પણ સામેલ છે. જેફાર્મ સર્વિસિસ એપ ડિજિટલ ઈન્ડિયાની પહેલનું એક અદ્દભુત ઉદાહરણ છે, જે ભારતીય ખેતી માટે લાભદાયક છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.