Western Times News

Gujarati News

ગુજરાતમાં પણ શાળાઓ બંધ કરાશે?

પ્રતિકાત્મક

(પ્રતિનિધિ) અમદાવાદ: શના ૧૬થી વધુ રાજયોમાં કોરોના વાયરસના કારણે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે ત્યારે ગુજરાતમાં અગમચેતીના પગલાં ભરવામાં હજુ કોઈ ચોક્કસ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી નથી ગુજરાતમાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી જેના પરિણામે ગુજરાત સરકારે રાહતનો દમ લીધો છે પરંતુ અગમચેતીના પગલાં ભરવામાં નહી આવતા આગામી સમયમાં ગુજરાતમાં કફોડી સ્થિતિ  સર્જાય તેવી દહેશત સેવાઈ રહી છે આ પરિસ્થિતિમાં  ખાનગી શાળા સંચાલકોની આજે મહત્વપૂર્ણ બેઠક મળવાની છે અને તેમાં શાળાઓ બંધ રાખવી કે નહી તે અંગેનો નિર્ણય લેવામાં આવશે.

દેશભરમાં ફેલાયેલા કોરોના વાયરસના પગલે દિલ્હી, રાજસ્થાન સહિતની સરકારોએ કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. દિલ્હીમાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે આ ઉપરાંત થિયેટરોને પણ બંધ કરી દેવામાં આવ્યા છે. રાજય સરકાર દ્વારા જાહેર સમારંભો પણ મુલતવી રાખવામાં આવ્યા છે. દિલ્હી સરકારે તાત્કાલિક અસરથી તમામ પગલા ભરવાની શરૂઆત કરી દીધી છે. ગુજરાતમાં પણ એરપોર્ટ પર વિદેશથી આવતા પ્રવાસીઓનું સ્ક્રીનીંગ કરવાની શરૂઆત કરવામાં આવી છે તથા રાજયના તમામ મોટા શહેરોમાં આવેલી હોસ્પિટલોની  અંદર આઈસોલેશન વોર્ડ બનાવવામાં આવ્યા છે આ વોર્ડમાં તમામ શંકાસ્પદ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા હજુ કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો નથી જેના પરિણામે આજે પણ
શાળા-કોલેજા ચાલુ છે તથા જાહેર સમારંભો પણ યોજવામાં આવી રહયા છે.

દેશનું ભાવિ ગણાતા વિદ્યાર્થીઓના હિતમાં હવે ખાનગી શાળા સંચાલક મંડળો મેદાનમાં આવ્યા છે શાળાઓ બંધ કરવી કે નહી તે માટે ચર્ચા કરવા માટે આજે શાળા સંચાલક મંડળની મહત્વપૂર્ણ બેઠક યોજાવાની છે આ બેઠકમાં શાળાઓ બંધ કરાવવાના મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી મુજબ ગુજરાતમાં પણ વર્તમાન પરિસ્થિતિને  ધ્યાનમાં રાખી શાળાઓ બંધ કરવામાં આવે તેવી શક્યતા છે. જાકે અમદાવાદ શહેરની ઉદગમ અને જેબર સ્કુલ બંધ કરી દેવામાં આવી છે

આ નિર્ણયથી ખાનગી શાળા સંચાલકો આજે આ મુદ્દે ચર્ચા કરી આગામી નિર્ણય જાહેર કરશે શાળાઓમાં હાલ ઉનાળુ વેકેશન પડવાની તૈયારી છે ત્યારે વિદ્યાર્થીઓના હિતમાં શાળાઓ બંધ રાખવામાં આવે તેવી સંપૂર્ણ શક્યતા છે હાલમાં બોર્ડની ધો.૧૦ અને ૧રની પરીક્ષાઓમાં કેટલાક પેપરો હવે બાકી રહયા છે બોર્ડની પરીક્ષા પત્યા પછી કેટલાક શાળાઓમાં રજાઓ જાહેર કરી દેવાય તેવી શક્યતા છે. જાકે તમામની નજર આજે મળનારી ખાનગી શાળા સંચાલક મંડળની બેઠક પર મંડાયેલી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.