ગુજરાતમાં પાન-મસાલા બંધાણીઓ માટે નવો નિયમ લાગુઃ માત્ર પાર્સલ સેવા
અમદાવાદ, રાજયમાં કોરોના વાયરસનો કહેર દિવસે દિવસે વધતો જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા આ મહામારીને રોકવા માટેના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે વધુ એક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં પાન-મસાલા ગલ્લા પર બનાવી આપવામાં આવશે નહિં.
કોરોના વાયરસની મહામારીને લઈ સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી જેમાં જાહેર માર્ગ પર જે કોઈ વ્યક્તિ થૂક્તો દેખાશે તેની પાસેથી 200 રુપિયા દંડ લેવામાં આવશે અને પાન પાર્લરની બહાર જો કોઈ થૂકતો દેખાશે તો પાનના માલિકને 10 હજાર સુધીનો દંડ ફટકારવામાં આવશે. ત્યારે હવે ગ્રાહકને પાન –મસાલાના માત્ર પાર્સલ આપવામાં આવશે. ગુજરાત પાન મસાલા શોપ ઓનર્સ એસોસીએશનનો આ મહત્વનો નિર્ણય દરેક વ્યસ્ની લોકોએ ખાસ જાણવા અને પાનલ કરવા જેવો છે.
આ નવા નિયમ પ્રમાણે શનિવારથી તમામ પાન પાર્લર પર પાન-મસાલા બનાવી આપવામાં આવશે નહિં અને ગ્રાહકોના પાર્સલ પાન-મસાલા આપવામાં આવશે. કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખી આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે, ગલ્લા પર વધારે ભીડ કરવી નહિં અને ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સનો ધ્યાન રાખવો.