ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલ પર અન્ય રાજ્યો કરતા વેટ ઓછો છે : નીતિન પટેલ
ગાંધીનગર: ગુજરાતના ૨-૩ જિલ્લામાં પેટ્રોલના ભાવ ૧૦૦ રૂપિયા થઈ ચૂક્યા છે તો ડીઝલના ભાવ પણ ૧૦૦ રૂપિયાની નજીક છે ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદને સંબોધન કરતા મહત્વનું નિવેદન આપ્યું હતું.
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ ઓઈલના ભાવમાં થયેલા વધારાને દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. આ સાથે જ એવું પણ કહ્યું કે, ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલ પર અન્ય રાજ્યો કરતા વેટ ઓછો છે અને
જ્યારે અન્ય રાજ્યો વેટ પર વિચારશે ત્યારે ગુજરાત વેટ મુદ્દે વિચારણા કરશે. સાથે જ બીજા રાજ્ય વેટ ઘટાડશે તો ગુજરાત પણ વેટ ઘટાડશે તેવી વાત પણ કહી હતી. આમ નાયબ મુખ્યમંત્રીએ દોષનો ટોપલો અન્ય રાજ્યો પર ઢોળ્યો હતો.
રાજ્યમાં ફરી એકવાર પેટ્રોલ ડીઝલના ભાવ ૨૭-૨૭ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ભાવ વધારો કરાતા પેટ્રોલમાં ૯૪.૪૭ ડીઝલ અને ડીઝલના ભાવમાં ૯૫.૦૮ રૂપિયા પ્રતિ લિટર વધારો જાેવા મળી રહ્યો છે. અગાઉ અમદાવાદમાં પેટ્રોલના ભાવ ૩૮ પૈસાનો જ્યારે ડીઝલના ભાવમાં ૩૯ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો જેથી પેટ્રોલનો ભાવ ૯૪.૨૬ રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલ ૯૪.૨૬ રૂપિય પ્રતિ લિટર થયો હતો.
સુરતમાં પણ આ ભાવ વધારો લાગૂ થતા પેટ્રોલ ડીઝલ મોંઘુ બન્યું છે. સુરતમાં પેટ્રોલ ૯૪.૨૬ મોંઘુ બન્યું છે જ્યારે ડીઝલ ૯૫.૧૦ મોંઘુ બન્યું છે. અગાઉ સુરતમાં પેટ્રોલ ૯૪.૧૯ રૂપિયા પ્રતિ લિટરે પહોંચ્યું હતું જ્યારે ડીઝલ ૯૪.૨૮ રૂપિયા પ્રતિ લિટર પહોંચ્યું હતું અગાઉ સુરતમાં પેટ્રોલના ભાવમાં ૯૪ પૈસાનો અને ડીઝલના ભાવમાં ૩૦ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.
પરતું હવે બંનેમાં ૨૭ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. રાજકોટમાં અગાઉ પેટ્રોલ ૨૮ પૈસા અને ડીઝલમાં ૩૦ પૈસાનો વધારો કરવામાં આવતા આવ્યો હતો જેથી પેટ્રોલની કિંમત ૯૩.૬૨ રૂપિયા પ્રતિ લિટરથી વધીને રૂ. ૯૩.૯૦ રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થયું છે જ્યારે અને ડીઝલ ૯૩.૯૦ વધીને ૯૪.૫૨ રૂપિયા મોંઘુ થયું છે. હવે ફરીથી પેટ્રોલ અને ડીઝલમાં ૨૭-૨૭ પૈસાનો વધારો કરાતા પેટ્રોલ હવે ૯૪.૧૭ રૂપિયા પતિ લિટર જ્યારે ડીઝલ ૯૪.૮૦ રૂપિયા પ્રતિ લિટર થયું છે.
આ ભાવ વધારો અન્ય શહેરોને પણ લાગુ પડતા અન્ય શહેરોમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો જાેવા મળી રહ્યો છે. સમગ્ર દેશમાં પણ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જાેવા મળી રહ્યો છે દેશમાં આજે પેટ્રોલના ભાવમાં ૨૮ પૈસા પ્રતિ લિટર અને ડીઝલમાં ૨૬ પૈસા પ્રતિ લિટરનો વધારો કરાયો છે