ગુજરાતમાં બે દિવસ અસહ્ય ગરમી પડવાની આગાહી
અમદાવાદ, ગુજરાતમાં દિવસે ને દિવસે ગરમીનો પારો સતત વધી રહ્યો છે. જેના પરિણામે લોકડાઉન વચ્ચે બપોરના સમયે શહેરના તમામ રાજમાર્ગો સૂમસામ જાવા મળે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના આગામી બે દિવસોમાં વધુ આકરી ગરમી પડવાની છે. અને કેન્દ્રીય હવામાન વિભાગે આ અંગે ગુજરાત સરકારને એલર્ટ કરી દીધી છે.
વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ અને સાયક્લોનીક સરક્યુલેશનની અસરથી ગુજરાતમાં અલગ અલગ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ગુજરાતના સૌરાષ્ટ્ર પંથક ઉપરાંત અન્ય વિસ્તારોમાં છેલ્લા એક સપ્તાહથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેના પરિણામે ઉભા પાકને નુકસાન પહોંચવાની દહેશત સેવાઈ રહી છે. ખેડૂત પણ ચિંતાતુર બનેલો છે. આ પરિÂસ્થતિમાં હવે અમદાવાદ શહેરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે.
ગુજરાતમાં કેટલાક સ્થળો ઉપર કમોસમી વરસાદથી કેરી સહિતના ઉભા પાકને નુકસાન ગયું છે. જા કે લોકડાઉનના કારણે કૃષિ ઉપરાંત અન્ય સેક્ટરોને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. એક બાજુ કોરોના વાયરસથી સમગ્ર દેશ લોકડાઉનમાં સપડાયેલો છે ત્યારે બીજી બાજુ સમગ્ર દેશમાં વેસ્ટર્ન ડીસ્ટબર્ન્સના કારણે જુદી જુદી ઋતુઓનો અહેસાસ થઈ રહ્યો છે. ગઈકાલે દેશના પાટનગર દિલ્હીમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ પડયો હતો. જ્યારે અન્ય રાજ્યમાં પણ પરિસ્થીતિ વિપરીત જાવા મળી રહી છે.
ગુજરાતમાં મુખ્ય સાત શહેરોમાં ગરમી ૪૧ ડિગ્રીથી વધુ નોધાઈ રહી છે. હવામાન વિભાગના આંકડા મુજબ રવિવારથી ગરમીનુંં પ્રમાણ વધવાની આગાહી કરાઈ હતી અને તે મુજબ ગરમી વધવાની શરૂઆત થઈ ગઈ છે. ઉત્તર ભારતના રાજ્યોમાં તોફાની પવન ફૂંકાવાની આગાહી કરાઈ છે જ્યારે ગુજરાતમા પ્રવર્તતા પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ તરફના પવનોને કારણે રાજ્યમાં ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને આગામી બે દિવસ ગરમીનો પારો ૪૪ ડિગ્રી નજીક પહોંચવાની આગાહી કરવામાં આવી છે.