Western Times News

Gujarati News

ગુજરાતમાં બે વર્ષ પછી AC અને કૂલરની માંગમાં વધારો

(એજન્સી)અમદાવાદ, કાળઝાળ ગરમીના લીધે લોકો પરેસેવે રેબઝેબ થઈ રહ્યા છે. ખાસ કરીને અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ જેવા શહેરોમાં આકરી ગરમી સહન કરવી પડી રહી છે. આવામાં કૂલર અને એરકન્ડિશનરની માંગમાં વધારો થઈ રહ્યો છે. પહેલા આ વસ્તુઓને લક્ઝરી મનાતી હતી

એટલે કે આર્થિક રીતે સદ્ધર પરિવારો દ્વારા જ તેનો ઉપયોગ કરાતો હતો, જાેકે હવે આકરી ગરમી સામે રક્ષણ મેળવવા માટે પણ તે વસાવવું જરુરી બનતું જઈ રહ્યું છે. આકરી ગરમી વધી રહી છે અને મોંઘવારી પણ વધી છે છતાં લોકો એસી અને કૂલરની ખરીદી કરી રહ્યા છે.

ઈલેક્ટ્રોનિક ડિલર અને હોમ એપલાયન્સિસના મેન્યુફ્રેક્ચરર્સ જણાવે છે કે, આ વર્ષે એર કન્ડિશનર અને કૂલની માંગમાં ૨૦%નો ઉછાળો આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. વર્ષ ૨૦૨૨માં એસી અને કૂલરના વેચાણના જૂના રેકોર્ડ તૂટી જશે તેમ માનવામાં આવી રહ્યું છે. ૨૦૧૯થી લગભગ ૨૦% જેટલો માંગમાં ઉછાળો નોંધાય છે.

કૂલ બનાવતી કંપનીના ડિરેક્ટર નૃપેશ શાહ કહે છે કે, શરુઆતના ટ્રેન્ડ પોઝિટિવ છે, અને કોરોના મહામારીના લીધે થયેલું નુકસાન સરભર થાય તેવી શક્યતા દેખાઈ રહી છે. ગુજરાતમાં ૨૦૧૯માં લગભગ ૨ લાખ એર કૂલરની માંગ થઈ હતી અને અમારું માનવું છે કે આ વર્ષે તેમાં ૨૦%નો વધારો નોંધાશે.

લોકડાઉન અને લોકોની અવરજવર પર પ્રતિબંધ લાગી જવાના કારણે રિટેલ ધંધા પર તેની અસર પડી હતી. કન્ઝ્‌યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડના સ્થાનિક અધ્યક્ષ નિખિલ સુતરિયા જણાવે છે કે, ભારતમાં એર કન્ડિશનર દર પાંચ વર્ષે એર કન્ડિશનરના વેચાણમાં બમણો વધારો થાય છે.

વર્ષ ૨૦૧૯માં લગભગ ૫ લાખ યુનિટ ગુજરાતભરમાં વેચાયા હતા, પાછલા બે વર્ષથી કોરોનાના કારણે ધંધા પર અસર પડી છે. જાેકે, વર્ષ ૨૦૨૨માં જાન્યુઆરીથી માર્ચ સુધીમાં માંગમાં ૩૦%નો વધારો થયો છે, જેના પરથી મનાય છે કે ૨૦૧૯માં જે વેચાણ થયું તેના કરતા ૨૦૨૨માં સારું વેચાણ થશે.

ગુજરાતમાં ચાલુ વર્ષમાં ૫ લાખ એસી વેચાય તેવી શક્યતા છે જેમાંથી ૨.૪ લાખ લગભગ વેચાઈ ગયા છે. આ વેપાર સાથે સંકળાયેલા લોકોએ જાેયું કે ભાવમાં વધારાની અસર દેખાઈ રહી નથી. અમદાવાદ ઈલેક્ટ્રોનિક્સ ડિલર્સ એસોસિએશનના અધ્યક્ષ જણાવે છે કે, ભાવમાં ૨૦%નો વધારો થયો છે તેમ છતાં માંગમાં ઉછાળો આવ્યો છે. માર્ચ મહિનામાં જબરજસ્ત માંગ જાેવા મળી હતી, આ પરથી માનવામાં આવે છે કે અમદાવાદમાં આ વર્ષે પહેલીવાર ૧ લાખ જેટલા એસી યુનિટ્‌સ વેચાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.