ગુજરાતમાં મમતા બેનર્જીની એન્ટ્રી, અમદાવાદના ગીતા મંદિર વિસ્તારમાં પોસ્ટરો લાગ્યા
અમદાવાદ: ગુજરાતના રાજકારણમાં વધુ એક પાર્ટીનો પ્રવેશ થયો હોય તેવું લાગી રહ્યું છે, ગુજરાતના રાજકારણમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની એન્ટ્રી થઇ હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેન્ડ ખાતે મમતા બેનર્જીના પોસ્ટર પણ લાગ્યા છે. ટીએમસી ૨૧ જુલાઈના ગુજરાતમાં શહીદ દિવસ મનાવી રહી છે.
અમદાવાદના સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ સ્ટેન્ડ ખાતે ગુજરાતી ભાષામાં મુકવામાં આવેલા આ બેનરો પર લખ્યું છે કે ૨૧ જુલાઈના રોજ મમતા દીદી બપોરે ૨ વાગ્યે વર્ચ્યુઅલ સંબોધન કરશે. ગુજરાતમાં મમતા બેનર્જીની તસવીરવાળા બેનરો ઘણું કહે છે. ગુજરાતમાં મમતાની તસવીર સાથે બેનરો લગાવવામાં આવ્યા તેવુ પ્રથમ વખત બન્યું છે. બંગાળમાં વિજય બાદ મમતા દીદીએ ગુજરાતના ચૂંટણી મેદાનમાં ઉતરવાની તૈયારી શરૂ કરી દીધી છે.
ભાજપના ગઢ કહેવાતા ગુજરાતમાં અચાનક મમતા બેનર્જીની પાર્ટી સક્રિય થતા રાજકારણ ગરમાયું છે. તાજેતરમાં પશ્વિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને વિધાનસભા ચૂંટણીમાં બંપર જીત મળી છે. આ જીતથી મમતા બેનર્જીએ પશ્વિમ બંગાળની મુખ્યમંત્રીની ખુરશી ફરી પોતાના નામે કરી દીધી છે.
ગુજરાતના રાજકારણમાં તૃણમુલ કોંગ્રેસનો ઉદય થાય તેવા અણસાર છે. બુધવારે પ.બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૃલ કોંગ્રેસ સુપ્રિમો મમતા બેનર્જી વર્ચ્યુઅલ સંબોધન કરશે . આ મુદ્દે અમદાવાદ શહેરમાં પોસ્ટર લાગ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં મમતા દીદીની એન્ટ્રીને પગલે ભાજપની ચિંતા વધારો થઇ શકે છે.
ગુજરાતમાં કોંગ્રેસ બાદ આપ સક્રિય થયુ છે જેના કારણે ભાજપે અત્યારથી વિધાનસભા ચૂંટણીઓની તૈયારી કરવી પડી છે. આપ સુપ્રિમો અરવિંદ કેજરીવાલે અમદાવાદની મુલાકાત લઇ આગામી વિધાનસભાની ચૂંટણીમાં તમામ ૧૮૨ બેઠકો પર ચૂંટણી લડવા એલાન કરી ચૂક્યા છે ત્યારે હવે વધુ એક નવા રાજકીય પક્ષે પણ ગુજરાત તરફ નજર માંડી છે.
આ પહેલા અસુદ્દીન ઔવેસીની પાર્ટી એઆઇએમઆઇએમ પછી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ બાદ હવે ગુજરાતની રાજનીતિમાં નવો પક્ષ મમતા બેનર્જીની પાર્ટી તૂણ મૂલ કોંગ્રેસ. જે ટીએમસીના હવે ગુજરાતમાં સક્રિય થવાના એંધાણ મળી રહ્યા છે.ગુજરાતના રાજકારણ માટે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં રસાકસીનો ખેલ સર્જાય તેવા એંધાણ આવી રહ્યા છે.