Western Times News

Gujarati News

ગુજરાતમાં મલ્ટિપ્લેક્સ ખૂલ્યા અને કેટલાકે શટર પાડી દીધા

અમદાવાદ: રવિવાર એટલે નિખિલ રાઠી જેવા યુવા પ્રોફેશનલ્સ માટે થિયેટરમાં જવાનું અને મૂવી જોવાનું. રાઠી કહે છે કે એક સમય હતો જ્યારે હું ભાગ્યે જ કોઈ મૂવીને જોવાનું ચૂકતો હતો. મને મૂવી જોવા બહુ ગમે છે અને તેમાં પણ બોલિવુડ મૂવી એટલે દરેક રવિવારે હું મૂવી જોતો ક્યારેક ક્યારેક તો એક સાથે બે મૂવી પણ જોઈ લેતો.

કોરોનાનો ભય અને નવા કોઈ મૂવીઝ રિલિઝ ન થતા હોવાના બે કારણ સાથે થિયેટરમાં રોજના એકાદ-બે શો માંડ થાય છે.
પરંતુ જ્યારથી કોરોના આવ્યો છે ત્યારથી મારો લિવિંગ રુમ જ મારું પ્રાઇવેટ થિયેટર બની ગયો છે. ગુજરાતમાં જેમ્સ બોન્ડથી લઈને પીરિયડ ડ્રામા, સિનેમેટિક વર્ક્‌સના ચાહકો ભર્યા છે. જોકે કોરોના બાદ તેમના શોખ નથી બદલાયા પરંતુ તેને પૂરું કરવાના માધ્યમ જરુર બદલાઈ ચૂક્યા છે. રાજ્યમાં લગભગ ૧૦ દિવસ પહેલાથી મલ્ટિપ્લેક્સ ખૂલી ગયા છે

પરંતુ ભાગ્યે જ કોઈ લોકોની ચહલપહલ થિયેટરમાં જોવા મળે છે. કોરોનાનો ભય અને નવા કોઈ મૂવીઝ રિલિઝ ન થતા હોવાના બે કારણ સાથે થિયેટરમાં રોજના એકાદ-બે શો માંડ થાય છે.

આખા દિવસમાં ભાગ્યે જ ૧૦ જેટલા લોકો માંડ આવે છે. મહામારી પહેલા અમારે ત્યાં દરરોજ હજાર જેટલા લોકો આવતા હતા.
આ કારણે કેટલાક થિયેટરે તો ફરી પોતાના શરટ પાડી દીધા છે અને દિવાળી પર રિલિઝ થનાર ફિલ્મો અંગે રાહ જોઈ રહ્યા છે. અમદાવાદમાં આવેલા એક મલ્ટિપ્લેક્સના મેનેજર નિરજ આહુજા કહે છે કે અમે થિયેટરને આગામી એક સપ્તાહ સુધી બંધ કરી દીધું છે કારણ કે આખા દિવસમાં ભાગ્યે જ ૧૦ જેટલા લોકો માંડ આવે છે. મહામારી પહેલા અમારે ત્યાં દરરોજ હજાર જેટલા લોકો આવતા હતા. ઓછી આવક સાથે થિયેટર ચાલું રાખવું અમારા માટે શક્ય નથી. તેનાથી ભારણ વધે છે.

અમે ટિકિટ પર ૫૦ ટકાનું ડિસ્કાઉન્ટ પણ ઓફર કરીએ છીએ તેમ છતા લોકોની સંખ્યા ખૂબ જ ઓછી થઈ રહી છે.
આહુજાએ વધારામાં કહ્યું કે અમે ટિકિટ પર ૫૦ ટકાનું ડિસ્કાઉન્ટ પણ ઓફર કરીએ છીએ તેમ છતા લોકોની સંખ્યા ખૂબ જ ઓછી થઈ રહી છે. રાજકોટમાં આવેલ ગેલેક્સી સિનેમાના માલિક રશ્મી ભાલોડિયાએ કહ્યું કે, લોકોની ઓછી સંખ્યા જરુર એક મોટો પ્રશ્ન છે કારણ કે સામાન્ય દિવસોમાં જ્યાં આવનાર લોકોની સંખ્યા બે આંકડામાં હતી ત્યાં હવે ભાગ્યે જ કોઈ દેખાય છે. આ મહામારીમાં સૌથી વધુ નુકસાન થિયેટરના માલિકોને થયું છે. હાલ અમારા પર કોઈ જ આવક વગર વધારાનો ખર્ચ સતત વધી રહ્યો છે.

ત્રણ સ્ક્રિનના મલ્ટિપ્લેક્સમાં કોરોના પહેલા જેટલા લોકો આવતા હતા તેનાથી અડધા પણ માંડ આવે છે
જો આવી જ સ્થિતિ રહેશે તો કેટલાક થિયેટર તો કાયમ માટે બંધ થઈ જશે. તેવી જ રીતે સુરતના ડુમસ રોડ પર આવેલ સિટી પ્લસ મલ્ટિપ્લેક્સના માલિક આશિષ જૈને કહ્યું કે ‘હાલ અમારા ત્રણ સ્ક્રિનના મલ્ટિપ્લેક્સમાં કોરોના પહેલા જેટલા લોકો આવતા હતા તેનાથી અડધા પણ માંડ આવે છે. હાલ અમે જૂની ફિલ્મો ચલાવી રહ્યા છે.

નિયમિત રીતે આવતા લોકો કરતા ભાગ્યે જ ૧૦ ટકા જેટલા લોકો આવે છે.
નવી ફિલ્મ આવશે ત્યારે લાગે છે કે લોકો જોવા માટે આવશે. તેવી જ સ્થિતિ વડોદરામાં છે. વડોદરા આઇનોક્સ મલ્ટિપ્લેક્સના એક અધિકારીએ જણાવ્યું કે લોકો કોરોનાના કારણે ડરી રહ્યા છે એટલે ખૂબ જ ઓછી સંખ્યામાં આવી રહ્યા છે. અમે દરરોજ ૪ શો ચલાવીએ છીએ પણ નિયમિત રીતે આવતા લોકો કરતા ભાગ્યે જ ૧૦ ટકા જેટલા લોકો આવે છે.

૨ ટકા જ એવા લોકો હતા જેમણે થિયેટર અને મલ્ટિપ્લેક્સમાં મૂવી જવા જોવા માટેની તૈયારી દર્શાવી હતી.
હા રવિવારે થોડા પ્રમાણમાં વધુ લોકો જોવા મળે છે. પરંતુ સ્થિતિ ખૂબ જ ગંભીર છે. ગુજરાતના આ તમામ મોટા શહેરમાં કરવામાં આવેલ ઓનલાઇન સર્વેમાં જણાયું કે ૭૦ ટકા લોકો થિયેટરમાં જવાનું ટાળવા માગે છે. જ્યારે ૨૧ ટકાએ કહ્યું અમે મલ્ટિપ્લેક્સ કે થિયેટરમાં મૂવી જોવા જ નથી જતા. જ્યારે ૪ ટકાએ કહ્યું જો નવું મૂવી આવશે તો વિચારીશું. તેમજ ૩ ટકાએ કહ્યું કે હાલની સ્થિતિમાં કંઈ કહી શકીએ નહીં. માત્ર ૨ ટકા જ એવા લોકો હતા જેમણે થિયેટર અને મલ્ટિપ્લેક્સમાં મૂવી જવા જોવા માટેની તૈયારી દર્શાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.