ગુજરાતમાં મોબાઈલ વળગણના વધતા કેસઃ અનિદ્રા ડિપ્રેશનથી પીડાતા યુવાનો
ગુજરાતમાં કોરોના સમયમાં ડીજીટલ મેલાઈસ એટલે કે લોકો મોબાઈલ ઈન્ટરનેટ શો મીડીયા, લેપટોપના એટલા આદી બની ગયા છે. અને તેનાથી અનિદ્રા, ડીપ્રશન, કૌટુબીક વિવાદો વધી ગયા છે. અને જાે તેના પર અંકુશ નહીં રખાય તો આગામી દિવસોમાં સામાજીક દુષણો અને માનસીક સ્થિતી ગંભીર સ્વરૂપ ધારણ કરશે.
આવી ચીમકી રાજયના સૌથી મોટા માનસીક રોગો હોસ્પીટલોના ડાયરેકટર અને ખૂબ જાણીતા મનોચિકીત્સક ડો.અજય ચૌહાણે ઉચ્ચારી છે.
ડો.ચૌહાણે જન્મભુમી પત્રો સામેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજય સરકાર આ પ્રશ્ન પરત્વે જાગૃત છે. અને અમે અમારી હોસ્પીટલમાં જ આવા કોમ્પલીકેશન નિવારવા પ્રથમ મેન્ટલ ડીટોક્ષ સેન્ટર શરૂ કર્યું છે. જયાં આવા મેન્ટલ એડીકશન વાળા દર્દીઓને સારવાર આપી આ બધી ટેવો છોડાવવાના પ્રયાસો નવી ટેકનીકસ કરાશે.
હાલમાં મેન્ટલ એડીકશન્સનું પ્રમાણ એટલું વધી ગયું છે. કે અમે હોસ્પીટલો અને ર૦૦ ખાનગી દવાખાનાઓમાં પણ આવા કેન્દ્રો શરૂ કરવાનું કહયું છે. આવા લોકો દર્દીઓની સંખ્યા કૂદકે અન ભૂસકે વધી રહી છે. તેથી આવા કેન્દ્રો દેશમાં દિલ્હી, મુંબઈ, બેગ્લોર વગેરે મોટા શહેરોમાં તો આવા ડીટોક્ષ સેન્ટરલ શરૂ થઈ ગયા છે.
ગુજરાતમાં પ્રથમ અમારી હોસ્પીટલમાં શરૂ કરાયું છે. સોશીયલ મીડીયા પર પણ કોઈ અંકુશ નથી. તેઓના જણાવ્યા અનુસાર અમદાવાદમાં શરૂ થયેલા નવા કેન્દ્રમાં રોજના પથી૧૦ દર્દીઓ નિષ્ણાત યુવાનો ૧૦થીરપ વર્ષના આવા રોગોના શિકાર બન્યા છે. કેટલાકની ઉમર તો ૧ર-૧૮ વર્ષ હોય છે.
તેઓના પેરેન્ટસ માટે આવા બાળકો મોટું ન્યુશસનસ બની ગયા છે. અને તેઓ પોતાના બાળકને સારવાર માટે લઈને આવે છે જયારે મોટા જાતે આવે છે. ડો.ચૌહાણના અંદાજ અનુસાર રાજયમાં ૮૦૦થી૧૦૦૦ લોકો આવા એડીકેન્સથી અનિદ્રા, ડીપ્રશન વગેરે માનસીક સમસ્યાનો શિકાર બની ગયા છે. વધુને વધુડિટોક્ષ કેન્દ્રો શરૂ થાય તે જરૂરી છે. કારણ કે આજની પેઢીને મોબાઈલ ઈન્ટરનેટ લેપટોપની લત છોડાવવી સહેલી નથી.