ગુજરાતમાં યોગ્ય નેતૃત્વની પસંદગીમાં ઉદાસીનતા દાખવશે તો કોંગ્રેસ બેઠી ક્યારે થશે?!
ગુજરાત કોંગ્રેસમાં ‘પ્રાણ પૂરવા’ માટે કોંગ્રેસને પ્રિયંકા ગાંધી જેવા આક્રમક પ્રતિભાશાળી અને સિદ્ધાંત નિષ્ઠ નેતૃત્વની જરૂર છે ત્યારે કોંગ્રેસ ગુજરાતમાં યોગ્ય નેતૃત્વની પસંદગીમાં ઉદાસીનતા દાખવશે તો કોંગ્રેસ બેઠી ક્યારે થશે?!
તસવીર દિલ્હી માં આવેલી કોંગ્રેસની મુખ્ય કચેરી છે, જ્યારે ડાબી બાજુની ઈનસેટ તસવીર પ્રિયંકા ગાંધી વાદ્રાની છે જ્યારે ત્રીજી તસવીર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કચેરી છે જ્યારે ઈનસેટ તસવીર કોંગ્રેસના પૂર્વ સાંસદ શ્રી જગદીશભાઈ ઠાકોર ની છે બિસ્માર્ક એ કહ્યું છે કે ‘‘ઇતિહાસ લખનારા કરતા ઇતિહાસ ઘડનારની વધુ જરૂર હોય છે!!
આજે કોંગ્રેસને, ફરી કોંગ્રેસ નો ઇતિહાસ લખનારની નહીં પણ કોંગ્રેસ નો ઇતિહાસ ઘડનારની જરૂર છે! કોંગ્રેસે ઉત્તર પ્રદેશ નું સુકાન અનેક પડકારો વચ્ચે પ્રિયંકા ગાંધીને સોંપ્યું છે ત્યારથી તે કોંગ્રેસમાં પ્રાણ પૂરવા કોંગ્રેસી કાર્યકરો નો જાેમ અને જુસ્સો બેઠો કરવા પ્રથમ પ્રયાસ શરૂ કર્યા છે
સાથે જ્ઞાતિવાદી, જાતિવાદી સમીકરણોની વચ્ચે કોંગ્રેસને બેઠી કરવા જે મહિલાઓને જાગૃત કરવા અભિયાન છેડયું છે તેને જાે વેગ મળી ગયો તો કોંગ્રેસ માટે ઐતિહાસિક પરિણામ પણ સર્જવાની સંભાવના છે! એ સિવાય પણ જ્યારે પ્રિયંકા ગાંધી લોક સમૂહને સંબોધે છે ત્યારે શબ્દોની આક્રમકતા અને યોગ્ય શબ્દની પસંદગી એ તેમના નેતૃત્વ શક્તિનો આગવો પરિચય છે! જાતિવાદી સમીકરણોનો નજરઅંદાજ કર્યા વગર પોતાની રણનીતિ નક્કી કરી આગળ વધી રહ્યા છે!
ત્યારે શું ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા માટે એક પ્રિયંકા ગાંધીના નેતૃત્વ ની કાર્યશૈલી વાળા નેતા ગુજરાતમાં શોધી શકાય નહીં?! કારણ કે કોંગ્રેસે મતો તોડનાર ‘આપ પાર્ટીને નજર અંદાજ કરી શકે નહીં ગાંધીનગરના ચૂંટણી પરિણામ પછી પણ જાે કોંગ્રેસ નહીં વિચારે તો ૨૦૨૨ ની ચૂંટણી ‘આત્મહત્યા’ કરનારી સાબિત થશે
કોંગ્રેસે અનેક નેતાઓને ભૂતકાળમાં અજમાવી જાેયા છે હવે કોંગ્રેસે કોંગ્રેસના મૂલ્ય માટે બાંધ છોડ નહીં કરનારા કોંગ્રેસના સિદ્ધાંતો માટે રાજકીય યુદ્ધ કરનારા કોંગ્રેસના વફાદારી દાખવી રાજકીય મહત્વકાંક્ષા જતી કરનારા, સામા પ્રવાહમાં તરી શકવાની શક્તિ ધરાવનારા અને યુવા વર્ગમાં જાેમ અને જુસ્સો જગાડી શકે તેવા નેતૃત્વ ધરાવતા પાટણના પૂર્વ સાંસદ શ્રી જગદીશભાઈ ઠાકોર ને ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું સુકાન સોંપી ને એક મહત્વપૂર્ણ ર્નિણય લેવામાં કોંગ્રેસે વિલંબ ના કરવો જાેઈએ!
કારણ કે ભાજપને ઉગ્રતા સાથે તેમની જ ભાષામાં ટક્કર આપવામાં શ્રી જગદીશભાઈ ઠાકોર માહિર છે કારણકે સામા પ્રવાહમાં તેઓ ગામમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈને છેક સંસદ સભ્ય પદ પર પહોંચ્યા હતા! અને ભાજપ તરફથી તેમને કેન્દ્રના મિનિસ્ટર બનાવવાની અને તેની તમામ અપેક્ષા પૂર્ણ કરવાની દરખાસ્ત મળી ત્યારે પણ તેઓ ભાજપમાં જાેડાયા નથી!!
કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જાેડાઈ જાય અમુક જિલ્લાના નેતા ભાજપમાં જાેડાઈ જાય તે અટકાવવાનું કામ કોનું?! કોંગ્રેસ અકબંધ રાખી કોંગ્રેસનો વ્યાપ વધારી શકે એવા નેતા આજે પસંદ નહીં થાય તો કોંગ્રેસ ને પોતાનો ગુજરાતનો ઇતિહાસ ઘડવામાં કદાચ વધુ સમય ના નીકળી જાય તેનું ધ્યાન રાખવાની જરૂર છે આ જવાબદારી કોની?
(તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)
ભાજપની લોભામણી દરખાસ્તો ઠુકરાવી સતત ગુજરાત કોંગ્રેસ માટે વફાદારીપૂર્વક લડતા રહેલા પાટણના પૂર્વ સાંસદ જગદીશભાઈ ઠાકોર નું નામ ચાલ્યું ને પાછું અટકી ગયું આ રીતે કોંગ્રેસ બેઠી થઈ શકશે?!
અમેરિકાના પ્રમુખ ફ્રેન્કલિન રૂઝવેલ્ટે સરસ કહ્યું છે કે ‘‘આગળ ધપાવવા માટે અનેક માર્ગો છે, પણ દ્રઢતાથી ઊભા રહેવા માટે માત્ર એક જ માર્ગ છે અને તે છે ‘નૈતિક હિંમત’!! જ્યારે બ્રિટિશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલે કહ્યું છે કે ‘‘આપણા માટે જીવોએ પૂરતું નથી કશાક માટે જ ઝનૂનપૂર્વક જીવવું તે મહત્વનું છે’!!
દેશમાં કે ગુજરાતમાં કોંગ્રેસને મહાત્મા ગાંધી અને સરદાર પટેલના આદર્શો મુજબ બેઠી કરવી હોય તો આવતી કાલના ર્નિણયો આજે કરતાં શીખવું પડશે! ફક્ત સત્તા માટે નહીં પણ સિદ્ધાંતો માટે આક્રમકતાથી લડત આપી શકે તેવા કોંગ્રેસના મૂલ્ય ને વફાદાર નેતૃત્વને પસંદ કરવી પડશે
અને હીરાની ચમક ધરાવતા પ્રતિભા સાથે આક્રમકતા સાથે કોંગ્રેસને બેઠી કરવાનું અભિયાન હાથ ધરી શકે તેવા નેતાની કોંગ્રેસને જરૂર છે કોંગ્રેસ રોકેટના યુગમાં બળદગાડામાં બેસી ધીરી ગતિએ કામ કરતાં નેતાઓ પસંદ થાય છે એ જ કોંગ્રેસને નુકસાન નું મોટું કારણ છે!