ગુજરાતમાં રીક્ષાચાલકોને રાહત પેકેજ ન મળતા નારાજ

અમદાવાદ, છેલ્લા અઢી મહિનાથી ચાલતા લોકડાઉનને કારણે અમદાવાદ સહિત રાજ્યના ૧૦ લાખથી વધુ રીક્ષાચાલકો કફોડી હાલતમાં મૂકાયા છે. બીજી તરફ રીક્ષા યુનિયન તરફથી રીક્ષાચાલકો માટે કોઈ રાહત પેકેજ જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. સરકાર જા ૧૫ દિવસમાં આર્થિક સહાય જાહેર નહીં કરે તો ન છૂટકે રીક્ષા ચાલકો રાજ્ય વ્યાપી લડતમાં સવિનય કાનૂન ભંગ કરીને હજારોની સંખ્યામાં ધરપકડ વહોરશે અને વિરોધ પ્રગટ કરશે તેવી ચીમકી યુનિયનો તરફથી આપવામાં આવી છે
.ા્ રીક્ષાનાં વિવિધ યુનિયનોની તેમના આગેવાન અશોક પંજાબીની અધ્યક્ષતામાં અમદાવાદ જિલ્લા કલેક્ટર અને આર.ટી.ઓ. સમક્ષ રીક્ષા ચાલકોને તત્કાળ આર્થિક સહાય આપવા ઉગ્ર રજૂઆતો કરી હતી. છેલ્લા અઢી મહિનાથી રીક્ષાચાલકો ધંધો ન કરી શકતા હવે તેઓએ સરકાર પાસે રાહત પેકેજની માગણી કરી છે. રીક્ષા યુનિયનો વતી તેમના પ્રમુખ અશોક પંજાબી જણાવે છે કે, કોરોનાના બહાના હેઠળ રાજ્યમાં અઘોષિત ઈમરજન્સી લગાવી દેવામાં આવી છે,
જેના કારણે અમે પોતાના વ્યાજબી હકો માટે તેમજ અસહનીય દમન સામે શાંતિપૂર્ણ અને અહિંસક દેખાવ પણ યોજી શકતા નથી. ગુજરાત ઓટો રીક્ષા ડ્રાઈવર એકશન કમિટીના પ્રમુખ અને ઈન્ટુકના રાષ્ટ્રીય સચિવ અશોક પંજાબીએ રાજ્ય સરકારના વલણને વખોડી કાઢતા વધુમાં જણાવ્યું કે, પોતાના હિતોની રજુઆત કરવા રીક્ષાચાલકોના યુનિયનો દ્વારા અમદાવાદની કલેકટર કચેરી પાસેથી શાંતિપૂર્ણ રીતે દેખાવા યોજવા માટે રેલીની મંજૂરી માંગી હતી.