Western Times News

Gujarati News

ગુજરાતમાં રોજ હત્યાના ૩ અને બળાત્કારના ચાર કેસ

Files Photo

અમદાવાદ: ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહેલી ગુનાખોરીનો પડઘો આજે વિધાનસભામાં પડ્‌યો હતો. ખાસ કરીને ગુજરાતમાં દિન પ્રતિદિન વધતી જતી ગુનાખોરીને લઇ વિપક્ષ કોગ્રેસે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. જેને લઇ વિપક્ષ અને શાસક પક્ષના સભ્યો વચ્ચે આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર ચાલ્યો હતો.

વિધાનસભા ગૃહમાં આજે કોંગ્રેસના ધારાસભ્યોએ રાજ્યની કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ અંગે અનેક પ્રશ્નો પૂછીને સરકારને ઘેરવાનો જારદાર પ્રયાસ કર્યો હતો. જેના અનુસંધાનમાં, ગૃહમંત્રીએ વિધાનસભામાં વિવિધ પ્રશ્નોના આપેલા જવાબો મુજબ, ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં ૨૦૩૪ હત્યા, ૨૭૨૦ બળાત્કાર, ૫૮૯૭ અપહરણ, ૩૩૦૫ રાયોટિંગ, ૧૪૭૦૨ આત્મહત્યા, ૨૯૨૯૮ આકસ્મિક મૃત્યુ, ૪૪૦૦૮૧ અપમૃત્યુના કેસ નોંધાયા છે. આમ ગુજરાતમાં દરરોજ ૩ હત્યા, ૪ બળાત્કાર, ૨૦ની આત્મહત્યા અને રોજ ૫ રાયોટીંગના કેસ નોધાય છે. આ તમામ બનાવો મળીને કુલ ૮૮૦૮૧ નાગરિકોએ અકુદરતી રીતે જીવન ટૂંકાવ્યું છે.

આમ રાજ્યમાં દરરોજ ૧૨૦ કરતા વધુ નાગરિકો, યુવાન-યુવતીઓ આત્મહત્યા-અકુદરતી રીતે મૃત્યુ પામે છે. રાજ્યમાં બે વર્ષમાં ૧૪૭૦૨ આત્મહત્યાના બનાવો નોંધાયા છે એટલે કે, દરરોજ ૨૦ નાગરિકોએ અકુદરતી રીતે જીવન ટૂંકાવ્યું છે. જ્યારે ૨૦૩૪ હત્યાના બનાવો બન્યા છે એટલે કે દરરોજ ૨થી ૩ હત્યાઓ થઈ રહી છે, તેમજ ૨૭૨૦ બળાત્કારના બનાવો બન્યા છે એટલે કે દરરોજ ત્રણથી ચાર જેટલા રેપના બનાવો બની રહ્યાં છે. રાયોટીંગની વાત કરીએ તો બે વર્ષમાં ૩૩૦૫ રાયોટીંગના બનાવો બન્યા છે એટલે કે દરરોજ ૪-૫ રાયોટીંગના કેસ નોંધાયા છે.

વિપક્ષ કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા કે, ભાજપના શાસનમાં રાજયમાં કાયદો અને વ્યવસ્થાની પરિÂસ્થતિ ખાડે ગઇ છે અને નિર્દોષ નાગરિકોની ખાસ કરીને મહિલાઓ, દિકરીઓ, સિનિયર સીટીઝન્સ અને બાળકોની કોઇ સલામતી રહી નથી. ગુજરાતમાં વકરી રહેલી ગુનાખોરી ભાજપ સરકારની નિષ્ફળતા સ્પષ્ટ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.