ગુજરાતમાં રોજ ૨૦થી વધુ બાળકોના સરકારી હોસ્પિટલમાં મોત નિપજે છે
ગાંધીનગર: કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં પુછવામાં આવેલા પ્રશ્નના જવાહમાં આરોગ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા ૨ વર્ષમાં ૭૧ હજાર ૭૭૪ બાળકોનો જન્મ થયો છે. જ્યારે ૧૫ હજાર ૧૩ બાળકોના મોત નિપજ્યા છે. સરકારી આંકડાઓ મુજબ દર ૨ દિવસે ૪૧ બાળકોના મોત થાય છે. એટલે કે રોજ ૨૦થી વધુ બાળકોનું સરકારી હોસ્પિટલમાં મોત નિપજે છે. જેમાં સૌથી વધુ ૪ હજાર ૩૨૨ બાળકો અમદાવાદની સરકારી હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા ૨ વર્ષમાં ૭૧ હજાર ૭૭૪ બાળકોનો જન્મ થયો છે. જ્યારે ૧૫ હજાર ૧૩ બાળકોના મોત નિપજ્યા છે. આમ દર ૨ દિવસે ૪૧ બાળકોના મોત થાય છે.એટલે કે રોજ ૨૦થી વધુ બાળકોનું સરકારી હોસ્પિટલમાં મોત નિપજે છે. જેમાં સૌથી વધુ ૪ હજાર ૩૨૨ બાળકો અમદાવાદની સરકારી હોસ્પિટલમાં મૃત્યુ પામ્યા છે. ત્યારે અમદાવાદ અને રાજકોટનો બાળ મૃત્યદર સૌથી વધુ છે. અમદાવાદમાં છેલ્લા બે વર્ષમાં ૨૭૮૧ બાળકોના મોત થયા છે. જ્યારે રાજકોટમાં છેલ્લા બે વર્ષમાં ૧૮૦૬ બાળકોના મોત થયા છે. જો કે સરકાર બાળ મૃત્યદર ઘટી રહ્યો હોવાનો દાવો કરી રહી છે.