ગુજરાતમાં લોકડાઉન નહીં લંબાવાય : નીતીન પટેલ
અમદાવાદ: રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે વડાપ્રધાન મોદી સાથે વિડીયો કોન્ફરન્સથી થયેલી ચર્ચા બાદ જણાવ્યુ હતુ કે ગુજરાતમાં લોકડાઉન લંબાવવામાં નહીં આવે આ અંગે અનેક પ્રકારની અફવાઓ હાલ ફેલાઇ રહી છે.
પરંતુ તેના પ્રત્યે કોઇએ ધ્યાન આપવું નહીં અને આ વાતમાં કોઇ તથ્ય નથી. અને સહિદ જવાનોને પણ શ્રધ્ધાજંલી અર્પણ કરવામાં આવી હતી. રાજ્યસભાની ચૂંટણી અંગે પણ તેમણે સ્પષ્ટ જણાવ્યુ હતુ કે ભાજપના તમામ ઉમેદવારો ચૂંટણી જીતવાના છે.
આજે વડાપ્રધાનએ, મુખ્યમંત્રીઓને લોકડાઉનની અફવાઓ સામે નિશ્ચિતપણે લડવાની જરૂરિયાત વિશે જણાવ્યુ હતું અને સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે દેશમાં હવે લોકડાઉન વધારવામાં નહી આવે.
વડાપ્રધાને કહ્યું હતું કે દેશ હવે અનલોકિંગના તબક્કામાં છે. તેમણે વધુમાં જણાવ્યુ હતું કે ‘હવે આપણે અનલોકના તબક્કા ૨ વિશે વિચારવાની તાતી જરૂર છે’, તેમ ન્યૂઝફર્સ્ટના હવાલાથી જાણવા મળે છે.