ગુજરાતમાં વકરેલા ગુંડારાજમાં મહિલાઓ સામાન્ય નાગરિકો અને પોલીસ પણ સલામત રહી નથી?!
સલામ ગુજરાતે ભૂતકાળ બની ગયો છે?
નરોડા પોલીસ સ્ટેશનમાં કહેવાય છે રૂપિયા ૨૦૦૦ માં બાટલી નહિ પોટલી આવે?!
તસવીર ભારતની સંસદ ની છે જ્યાં કાનૂન ઘડાય છે બીજી તસવીર ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની છે જે કેન્દ્ર સરકારે ઘડેલા કાયદાનો અમલ કરવાની જવાબદારી નિભાવે છે ત્રીજી તસવીર ભારતની સુપ્રીમ કોર્ટની છે જે કાયદાનું બંધારણીય અધિકાર કરે છે અને કાયદાના શાસન ની સમાનતા ની રખેવાળી કરીને ન્યાય ઉજાગર કરે છે
અને સમગ્ર ન્યાયતંત્રય મૂલ્યોના રખેવાળ તરીકે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ શ્રી એન.વી.રમનાના પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવે છે ત્યારે દેશમાં ગુજરાતમાં અને અમદાવાદ શહેરમાં વકરતી ગુનાખોરી, ભ્રષ્ટાચાર અને અત્યાચાર માટેની જવાબદારી કોની?! આજે વિશ્વ સુરક્ષિત રહ્યું નથી તેને માટે નેતાઓ જવાબદાર છે
દેશમાં થયેલા ગુનાઓ માટે પણ મહદંશે નેતાઓ અને તેમના અધિકારીઓ જવાબદાર છે! અને આજના સુફિયાણી વાતો કરતા કેટલાક નેતાઓ પણ જવાબદાર છે તેમજ રાજકારણમાં અને જાહેર જીવનમાં નૈતિકતા અને સત્તા હાંસલ કરવા માટે ખેલાતા સત્તાકિય સોદાબાજીના જંગે ભારતમાંથી અને ગુજરાતમાંથી ‘ન્યાયધર્મ’ અને ‘કર્તવ્યધર્મ’ પર સત્તાનુ બુલડોઝર ફેરવી નાખ્યું છે
નીચેની તસવીર ગુજરાત વિધાનસભાની છે ત્યાં પણ કાયદા ઘડતરની પ્રક્રિયા ચાલે છે જેમાં સરકારનું નેતૃત્વ ભુપેન્દ્રભાઈ પટેલ કરી રહ્યા છે તેઓ સરળ સ્વભાવના અને આદર્શવાદી ભાવનાઓ જીવંત રાખવા સાથે વહીવટ ચલાવી રહ્યા છે! પરંતુ તેઓ પણ કેટલાક રાજકીય ર્નિણયો કરવાની કેટલીક સ્વતંત્રતા ધરાવતા હશે એ તો એ જ જાણે!!
પણ ગુજરાતના રોજ-બરોજ વધતા ગુનાઓ, સામાન્ય બાબતમાં થતી ખુલ્લેઆમ મારામારી, યુવતીઓની ઇન્સ્ટાગ્રામ પર ફોટા એડિટ કરી કરાતું બ્લેકમેલ, વકરતા જતા આર્થિક ગુનાઓ તેમજ ગેરકાયદેસર નાણા ધિરાણ કરી સમાજને રંજાડતા વ્યાજખોરો, ફરિયાદીના સાક્ષીઓ ઉપર થતા હુમલાઓ અથવા અનૈતિક દબાણો કાયદાના રખેવાળ એવા પોલીસ પર થયેલા ૨૦૨૦માં પોલીસ પર હુમલાના ૬૬ બનાવ બન્યા છે
સુરતમાં ૩૧ સુરેન્દ્રનગરમાં ૧૪ જૂનાગઢમાં ૧૧ પંચમહાલ જિલ્લામાં ૧૨ તેમજ રાજકોટ વડોદરા આણંદ સહિત સમગ્ર ગુજરાતના પોલીસ કર્મચારીઓ પર હુમલા થયા છે આવા ગુનાઓ ની વણઝાર ચાલી છે!! ગુજરાત કે અમદાવાદ સુરક્ષિત ક્યાં છે ગુજરાતના સરકારી અને અર્ધસરકારી તેમજ કેટલીક જગ્યાએ પોલીસતંત્રમાં પણ અભૂતપૂર્વ ભ્રષ્ટાચાર ફૂલ્યોફાલ્યો હોવાનું કહેવાય છે!! આવા માહોલ વચ્ચે પ્રમાણીક પોલીસ અધિકારીઓની હાલત પણ દયનીય થઈ ગયા ની માન્યતા પ્રવર્તે છે!
નરોડા પોલીસ સ્ટેશન નો એક નાનકડો કીસ્સો આજના ભ્રષ્ટાચારની ભયાનકતાનો ચિતાર રજૂ કરે છે?! કહેવાય છે કે નરોડા પોલીસ સ્ટેશનમાં એક સિનિયર સિટિઝનના ઘરમાંથી તેમના વિદેશ રહેતા સાળીના નામના અને સાઢુના નામના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેર પોતાના ઘરમાંથી ગુમ થતાં તેમણે કાયદાકીય જાેગવાઈ મુજબ પોતાના ઘરમાંથી ગુમ થયેલા શેર સંદર્ભે કાયદા મુજબની પ્રક્રિયા કરી એફિડેવિટ કરી નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પ્રમાણપત્ર લેવા અરજી આપવા ગયા હતા
પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીયુસભાઈ પોલીસ વાળા મળી ગયા તેમણે પક્ષકારને કયુ કે તમારું કામ થઈ જાય પણ વ્યવહાર કરવો પડશે કેવાય છે વાતચીત કરતાં પિયુષભાઈ પોલીસવાળાએ જાેકે આગળ વાતચીત ચાલી ને કથિત મામલામાં રૂપિયા ૨૦૦૦ સુધીની ચર્ચા થઇ હોવાનું પણ કહેવાય છે
ત્યારે આ કહેવાતા પોલીસ કર્મચારી પિયુષભાઈ કહે છે ‘રૂપિયા ૨૦૦૦ માં પોટલી આવે બાટલીના આવે’?! અને કોઈ ત્યાર પછી ફરિયાદીની સાચી ફરિયાદ હોવા છતા તેમની ફરિયાદ કોઈ લેતું નથી અને કોઈ પ્રમાણપત્ર પણ આપતું નથી પોટલી અને બાટલી ની વચ્ચે અટવાયેલો આ કેસ બહાર આવ્યો છે
ત્યારે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, રાજ્ય ગૃહમંત્રી શ્રી સંઘવી, ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાઈ ભાટિયા, અમદાવાદ શહેર પોલીસ કમિશનર શ્રી સંજય શ્રીવાસ્તવ તથા નરોડાના પી.આઈ આ ઘટનામાંથી સમજ કેળવે કે દેશમાં અને ગુજરાતમાં શું ચાલી રહ્યું છે??! (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા મુસ્કાન દ્વારા)
રાજકીય નેતાઓ ધરતી પર પગ રાખી હકીકત તપાસ્યા વગર આત્મપ્રશંસા કરતા રહેશે અને નૈતિકતા સાથે સત્તાનુ રાજકારણ ઊભું નહિ કરે તો એક દિવસ પ્રજાનું મનોબળ તૂટી જશે?!
નરોડા પોલીસ સ્ટેશનની ઘટના તો એક ઉદાહરણ છે ભ્રષ્ટાચાર તો ઠેર ઠેર વધતો જાય છે?!
મહાન તત્વચિંતક ફ્રેંક બીઅંકો એ સરસ કહ્યું છે કે ‘‘તમે દરેક વસ્તુમાં પરમેશ્વરને જાેતા જાેતા કર્મ કરો તો તમારા જીવનની પ્રત્યેક ક્ષણ એ પ્રાર્થના છે”!! જ્યારે વિલિયમ શેક્સપિયર કહ્યું છે કે ‘‘સંવેદનાત્મક આત્મા સાથે થયેલો પ્રેમ અને પ્રતિભાશાળી હદય સાથે સર્જાયેલો સબંધ માનવીને ગુનાહિત માનસિકતાથી દૂર રાખે છે”!!
પરંતુ આજે માનવ સમાજમાં પ્રવર્તતી સ્વાર્થ વૃતિ અહંકર અને ધાર્મિક પ્રપન્ચતા એ માનવજાત ગુનાઓમાં ધકેલી દીધી છે! અને રાજકીય નેતાઓ આત્મપ્રશંસા વાળી રાજકીય કૂટનીતિ અને કાયદાના શાસનના રખેવાળોમાં પ્રવર્તતી રાષ્ટ્રીય કર્તવ્ય ધર્મ પ્રત્યેની ઉદાસીનતા નૈતિક આત્મબળ નો અભાવ
અને વકરતા ભ્રષ્ટાચારે ગુજરાતમાં અને અમદાવાદ શહેરમાં અસુરક્ષાનો માહોલ સર્જાયો હોવાનું મનાય છે!! અને સામાન્ય બાબતમાં પણ લોકોને કાયદાનો કે પોલીસનો ડર રહ્યો નથી ત્યારે રાજકીય નેતાઓ ધરતી પર પગ રાખી બોલતા અને આચરણ કરતા શીખે એ જરૂરી છે.