ગુજરાતમાં વરસાદની હેલીઃ ધરમપુરમાં સૌથી વધારે ૧ર ઈંચ વરસાદ
રાજકોટમાં ભારે વરસાદ-રસ્તાઓ ઉપર ઠેર ઠેર ૩થી ૪ ફૂટ પાણીઃ શાળાઓમાં ગયેલા વિદ્યાર્થીઓ ફસાયાઃ રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદની આગાહીઃ અંબિકા નદીમાં ઘોડાપુરઃ હવાઈ સેવાને અસર |
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતમાં મેઘરાજાએ મહેર કરવાથી જીલલાના મોટાભાગના જળાશયોમાં નવા નીર ભરાતા પાણીનું સંકટ દૂર થયુ છે. સૌરાષ્ટ્ર તથા દલિત ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ આગામી ૩-૪ દિવસ સુધી હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સુત્રોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં કચ્છ, તથા ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે જ્યારે રાજ્યોના અન્ય ભાગોમાં મધ્યમસરનો વરસાદ પડશે.
અમદાવાદમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોમાં રાહતની લાગણી જાવા મળે રહી છે. શહેરના પૂર્વ પશ્ચિમ વિભાગમાં ક્યાંક હળવો તો ક્યાંક ભારે વરસાદના ઝાપટાં પડ્યા હતા. શહેરના પશ્ચિમ વિસતારમાં કેટલાંક વિસ્તારોમાં અડધાથી પોણો ઈંચ વરસાદ પડ્યાના તથા સરખેજ વિસ્તારમાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.
ધ્રોલના લતીપુરમાં ઘોડાપૂરને કારણે ગામ સંપર્ક વિહોણું બન્યું |
સામાનય વરસાદમાં પણ શહેરના રસ્તાઓ પર પાણી ભરાતા તથા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તેનો નિકાલક રવા તંત્રને દોડતું કરવામાં આવ્યુ છે. ભારે વરસાદની આગાહીને કારણે તંત્રને એલર્ટ કરવામાં આવ્યુ છે. તથા રીવરફ્રન્ટ ઉપર પણ ફાયરબ્રિગેડના જવાનોને તૈનાત કરાયા છે.
સારાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડવાને કારણે સૌરાષ્ટ્રની નદીઓમાં નવા નીર આવતા નદીઓ બંન્ને કાંઠે વહી રહી છે. રાજકોટમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી પાણી છે. જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા મકાનોમાં ૩ થી ૪ ફૂટ પાણી ભરાતા ઘરવખરીનો નાશ થયો હોવાનું જાણવા મળે છે. આજી-ડેમ-ર છલકાયો છે. જામનગર, જૂનાગઢ, ગીરસોમનાથ, તથા અમરેલી પંથકમાં હળવાથી ભારે વરસાદના સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર નદીઓ વહી રહી છે.
દક્ષિ ગુજરાતમાં પણ છેલ્લા ૩ દિવસથી વરસી રહેલા અનરાધાર વરસાદનેક ારણે નવસારીની અંબિકા નદીમાં ઘોડાપુર આવ્ય છે. બિલીમોરા બેટ પાસે અંબિકા નદીનો ધસમસતો પ્રવાહ જાવા મળે છે. અને નદીએ રૌદ્ર સ્વરૂણ ધારણ કર્યુ છે.
વલસાડમાં ભારે વરસાદને કારણે હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. સમગ્ર વલસાડ જીલ્લામાં અત્યારે વરસાદ પડી રહ્યાના સમાચાર છે. સુરત જીલ્લા તથા સુરત શહેરમાં ભારે વરસાદ વરસતા તાપી નદી બંન્ને કાંઠે વહી રહી છે. તેમજ ઉકાઈ ડેમની સપાટી પણ વધી છે. ઉનામાં ભારે વરસાદને કારણે સોસાયટીઓ, રસ્તાઓ ઉપર તથા ઘરોમાં પાણી ભરાયાના સમાચાર છે. બનાસકાંઠામાં ગઈકાલથી શરૂ થેયેલ વરસાદ અટકવાનું નામ નથી લેતો. જામનગરમાં સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે.
ગુજરાતમાં સર્વત્ર વરસાદે હેલીનું સ્વરૂપ ધારણ કર્યુ છે. અને હજુ પાંચ દિવસ ભારે વરસાદની આગાહીથી પ્રજા ચિંતાતુર બની છે. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર સૌથી વધુ વરસાદ ધરમપુરમાં ૧ર, ઈંચ, ઉમરપાડામાં ૭ ઈંચ, વધઈમાં ૮ ઈંચ, ચુડા-૬, ઉમરાળા-પ , ધ્રોળ-પ, કપરાડા-૮ ઈંચ, મહુવામાં પ, બોટાદ અને ડેડીયાપાડામાં ૩, બાવળા- પ ઈંચ, દ્વારકામાં ૯ ઈંચ વરસાદના સમાચાર છે.
વરસાદને કારણે ૯ જીલ્લાના પ૯ ગામો વીજળી વિહોણા થઈગયા છે. સુરેન્દ્રનગરનું બાવળા ગામ સંપર્ક વિહોણું, ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.
જામનગર જિલ્લામાં વરસેલા અનરાધાર વરસાદના પગલે ધ્રોલ પાસેનું લતીપુર ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. લતીપુર ગામ નીચાણવાળા વિસ્તારમાં હોવાથી દર વર્ષે ત્યાં પાણી ભરાઈ જવાની ઘટના બનતી હોય છે ત્યારે ગઈકાલે રાતથી વરસેલા ભારે વરસાદના પગલે લતીપુરમાંથી ઘોડાપૂર જેવા પાણી વહ્યા હતા. ધ્રોલ પંથકમાં ૨૪ કલાકમાં ૫ ઇંચ વરસાદ વરસતા લતીપુર ગામ સંપર્ક વિહોણું બન્યું છે.
લતીપુર ગામના નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો હોવાનો વીડિયો હાલમાં વાયરલ થયો છે. સૌરાષ્ટ્રમાં ગઈકાલથી મેઘમહેર થઈ છે. રાજકોટ શહેરમાં ૨૦ કલાકમાં ૬ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે રાત્રીના વરસેલા વરસાદના પગલે અન્ડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા અને લોકોના ઘરોમાં ૪ ફૂટ સુધીના પાણી ભરાયા હતા.