ગુજરાતમાં વાઘની સંખ્યા કેમ નથી ?

અમદાવાદ, અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની જાે તમે મુલાકાત ના લીધી હોય તો અનલોક બાદ જયારે કોરોનાથી સ્થિતિ સુધરે ત્યારે આપ ચોક્કસ મુલાકાત લેજાે. કારણ કે પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓ મુલાકાતીઓ વિના થોડો અજીબ અનુભવ કરે છે.
ઝૂ ડાયરકેટર આર કે સાહુ સાથે અમારી ટીમ વાઘ દર્શનના સ્થળ પર પહોંચી જ્યાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલય પાસે ૨ નર અને ૧ માદા ટાઈગર હોવાનું સામે આવ્યું છે. કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં મેલ ટાઈગરનું નામ પ્રતાપ જ્યારે ફિમેલ ટાઈગરનું નામ અન્નયા રાખવામાં આવ્યું છે. જયારે ત્રીજાે સફેદ વાઘ છે. આ તમામને મધ્યપ્રદેશથી લાવવામાં આવ્યા છે.
કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં છેલ્લાં ૩૦ વર્ષમાં રાજા, સંગીતા, સીમા સહિત કુલ ૮ જેટલાં વાઘ-વાઘણ આવી ચૂક્યા છે. જ્યારે ૨૦૦૮થી અત્યાર સુધી પ્રતાપ, અન્નયા અને સફેદ વાઘણે ઝુને પોતાનું ઘર બનાવ્યુ છે. કોરોનાને કારણે લોકો જ્યારે ઘરમાં છે ત્યારે આ વાઘ વાઘણો ગુફાને બદલે ખુલ્લામાં ફરે છે.
જાણવા જેવી વાત એ છે કે વિશ્વમાં કુલ ૯ પ્રજાતિ વાઘની છે. કાંકરિયા ઝુ ના ડાયરેક્ટર આર કે સાહુના કહેવા પ્રમાણે બાલી, જાવા, કેસ્પિયન આ ૩ વાઘની પ્રજાતિ લુપ્ત થઈ ગઈ છે. જ્યારે વિશ્વમાં સાઈબેરિયન, ઈન્ડિયન, સાઉથ ચાઈના ટાઈગર, મલયાન, ઈન્ડો ચાઈનીઝ ટાઈગર, સુમાત્રણ જેવી પ્રજાતિ હયાત છે.
ગુજરાતના જંગલ વિસ્તારમાં વાઘ ના હોવાનું કારણ છે ગુજરાતની આબોહવા. ગુજરાતમાં ગરમી વધારે સમય હોય છે જે વાઘને અનુકૂળ નથી હોતી. કાંકરિયા ઝુ ના ડાયરેક્ટર આર કે સાહુના કહેવા પ્રમાણે વાઘને પાણીમાં રહેવું ગમે છે અને ઠંડી જગ્યા વધારે પસંદ કરે છે. તે પોતાની માટે જાતે ખોરાક શોધે છે તેથી તેને મહેનતુ કહેવામાં આવે છે. વાઘની વિશેષતા એ પણ છે કે વાઘ ક્યારેય આગળથી વાર નથી કરતાં, પોતાના શિકાર માટે તે પાછળથી વાર કરે છે.
વર્ષ ૨૦૧૦માં ૨૯મી જુલાઈને વર્લ્ડ ટાઈગર ડે તરીકે નક્કી કરવામાં આવ્યો હતો. જેની પાછળનું કારણ હતું ઘટતી જતી વાઘની સંખ્યા. કાંકરિયા ઝુ ના ડાયરેક્ટર આર કે સાહુના જણાવ્યા પ્રમાણે ભારતમાં મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને કર્ણાટકમાં જ વાઘની સંખ્યા વધારે છે. જયારે ગુજરાત પાસે નથી. ગુજરાત પાસે સૌથી વધારે સિંહની સંખ્યા છે અને એશિયાટીક સિંહ આપણી પાસે તેનું ગૌરવ છે પરંતુ ગુજરાતમાં આબોહવા માફક ના હોવાને કારણે સિંહની સંખ્યા નથી.