ગુજરાતમાં વાયરસના ૧૬ જુદા જુદા પ્રકાર જાેવા મળ્યા
આ માહિતી ખુદ કેન્દ્ર સરકાર હસ્તકની લેબોરેટરીના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવેલા ડેટામાં છે
અમદાવાદ, તાજેતરમાં દેશ અને ગુજરાતમાં કોરોનાનો આતંક મચાવવા માટે જવાબદાર કોરોનાનો ડબલ મ્યુટન્ટ વાયરસ SARS-CoV-2 B.1.617ના પણ ૧૬ જુદા જુદા વેરિયન્ટ્સ ગુજરાતમાં છે. આ જાણકારી દુનિયામાં કોરોના અંગે સચોટ અને ત્વરિતપણે માહિતી આદાનપ્રદાન કરવા માટે બનાવવામાં આવેલા માહિતી કોલોબ્રેશન પ્લેટફોર્મ જીઆઈએસએઆઈડીની વેબસાઇટ પર જાેવા મળે છે.
ભારતના જુદા જુદા ૧૧ રાજ્યોમાં મળી આવેલા કોરોનાના વેરિયન્ટ અંગેની આ માહિતી જીઆઈએસએઆઈડી પર ઇન્ડિયન SARS-CoV-2 કન્સોર્ટિયમ ઓન જીયોનોમિક્સ ટીમના વૈજ્ઞાનિકોએ આપી છે. આ કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દ્વારા સ્થાફિત ૧૦ નેશનલ લેબોરેટરીના વૈજ્ઞાનિકોનું ગ્રુપ છે.
આઈએનએસએસીઓજી વૈજ્ઞાનિકોએ આંતરાષ્ટ્રિય પ્લેટફોર્મ પર માહિતી આપતા જણાવ્યું છે કે ગુજરાતમાં કોરોનાના ડબલ મ્યુટન્ટ B.1.617 કોવિડ વાયરસના ૧૬ વેરિયન્ટ જાેવા મળી રહ્યા છે. આ સાથે મહારાષ્ટ્રમાં ૧૭૫ વેરિયન્ટ્સ અને પ. બંગાળમાં ૧૩૩ વેરિયનટ્સ જાેવા મળ્યા છે.
આ અંગેનો રિપોર્ટ જીઆઈએસએઆઈડીમાં ફેબ્રુઆરીમાં જ સબમિટ કરી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત બીજી એક મહત્વની માહિતી એ પણ સામે આવી છે કે હાલ ગુજરાતમાં કોરોનાના યુકે વેરિયન્ટ SARSCoV-2 B.1.1.7ના ૨૫ જેટલા વર્ઝન જાેવા મળે છે.
મહત્વનું છે કે યુકેમાં કોરોનાનો આ અપગ્રેડ વેરિયન્ટ સૌથી પહેલા ડિસેમ્બર ૨૦૨૦માં લંડન અને ઇંગ્લેન્ડના સાઉથ ઇસ્ટ અને ઇસ્ટ વિસ્તારમાં જાેવા મળ્યો હતો. ગુજરાત દેશના કેટલાક જાગૃત રાજ્યો પૈકી એક છે જેણે શરુઆતમાં જ કોરોનાના નવા વેરિયન્ટને ઓળખી કાઢવા માટે આઈએનએસએસીઓજીનો ભાગ એવી દિલ્હીની નેશનલ સેન્ટર ફોર સેલ સાયન્સ લેબોરેટરીને સેમ્પલ આપ્યા હતા.
જીઆઈએસએઆઈડી અનુસાર કોરોનાના ડબલ મ્યુટન્ટ વાયરસ પ્રકાર B.1.617ની ગુજરાતમાં હાજરી આ વર્ષે પહેલીવાર ૨ ફેબ્રુઆરીના રોજ નોંધાઈ હતી. જ્યારે ત્રણ સેમ્પલ ટેસ્ટિંગમાં ડબલ મ્યુટન્ટ વાયરસ માટે પોઝિટિવ જાેવા મળ્યા હતા.
જે બાદ ૩ ફેબ્રુઆરીના રોજ ૨ સેમ્પલ મળ્યા અને તે પછી ૬ ફેબ્રુઆરીના રોજ બીજા ૩ સેમ્પલ મળ્યા જેમાં ડબલ મ્યુટન્ટ વાયરસ જાેવા મળ્યો હતો.
દુનિયામાં કોરોનાના ત્વરિત અને સચોટ માહિતી માટેનું પ્લેટફોર્મ જીઆઈએસએઆઈડીને જર્મનીની સરકાર મેઇન્ટેન કરી રહી છે. જેને સિંગાપોર અને અમેરિકાથી હોસ્ટ કરવામાં આવી છે. જે ઇન્ફ્લુએન્ઝા અને કોવિડ-૧૯ પેન્ડામિક માટે જવાબદાર કોરોના વાયરસ અંગેના તમામ જીઓનોમિક ડેટાનો ઓપન એક્સેસ આપે છે.