Western Times News

Gujarati News

ગુજરાતમાં વાવાઝોડાની અસર શરૂ

અમદાવાદ : ગુજરાતના દરિયાકાઠા વિસ્તારમાં આગામી ૧૨ થી ૨૪ કલાકમાં વાયુ નામનું વાવાઝોડુ ત્રાટકવાનુ છે ત્યારે સરકારી તંત્ર અલેર્ટ થઈ ગયુ છે બીજી બાજુ ગુજરાતના દરિયા કાઠાના વિસ્તારમા વાવાઝોડાની અસર શરૂ થઈ જતા તોફાની પવનો ફુકાઈ રહ્યો છે જ્યારે ગુજરાત સરકારે કેન્દ્રની મદદ માગતા લશ્કરની ત્રણ પાખોને એલેર્ટ કરી દેવામાં આવી છે. અને એનડીઆરએફની ૧૨થી વધુ ટુકડીઓની આ તમામ ટીમો ગુજરાતના દરિયા કાઠાના વિસ્તારમા તેનાત કરી દેવામાં આવી છે સાથે સાથે દરિયા કિનારાને ગામોને ખાલી કરવામા આવી રહ્ય છે.

ગુજરાત દરિયાકાઠાના વિસ્તારમાં વાવાઝોડુ ત્રાટકવાનુ છે ત્યારે સરકારી તંત્ર સંપૂર્ણ પણ સજ્જ થઈ ગયુ છે ત્યારે બીજી બાજુ આજ સવારથી જ ગાધીનગરમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે રાજ્યના મુખ્ય સચીવ સીધની આગેવાનીમાં સરકારી સંબંધીત એજસીયોના બેઠકો મળી રહ્યી છે ખાસ કરીને દરિયાકિનારાના જીલ્લાઓના કલેક્ટરોને તાકિદ કરીને તમામ અધિકારીઓની રજા રદ્દ કરી દેવામા આવી છે. ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં વાવાઝોડની અસર શરૂ થઈ ગઈ હોવાનુ સરકારી એજન્સીઓ જણાવ્યુ છે પોરબદર ભાવનગર, ગીર સોમનાથ, સહિતના વિસ્તારોમાં સવારથી જ વાતાવરમા પલટો આવી રહ્યો છે અને તોફાની પવનો ફુકાવોનો શરૂ થઈ ગયો છે જેના પરિણામે એનડીઆરએફની ટીમો પણ એલર્ટ બની ગઈ છે.
રાજ્યના મુખ્યમંત્રી ગઈકાલે બેઠક બોલાવી હતી અને તેમા આગમ ચેતીના તમામ પગલા ભરવાનો સપષ્ટ આદેશ આપી દીધો હતો હાલમા વેરાવળથી ૭૫૦ કિ. દૂર વાયુ વાવાઝોડુ ખુબ જ ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે જેના પગલે દરિયા કિનારા વિસ્તારો ખાલી કરવા આવ્યા છે તમામ બોટો પરત બોલાવી દેવામા આવી છે. દરિયા કિનારાના વિસ્તારોમાં ૧૧૦ કિ.મી. વધુ ઝડપી પવન ફુકાવાની આગાહી કરાઈ છે. ગુજરાતમાં વાવાઝોડાની સભવીત આપતી સામે કેન્દ્ર સરકારે તમામ મદદ કરવાની ખાત્રી આપી છે અને ત્રણ લશ્કરને પાખોને સ્ટેન્ટ ટૂનો આદેશ આપી દીધો છે. બીજી બાજુ ગાધીનગર તથા વડોદરાથી એનડીઆરએફની ટીમોને દરિયા કિનારાના વિસ્તારોમાં તેનાત કરી દેવામાં આવ્યા છે ગુજરાતની બહાર પૂના અજમેર તથા ભટ્ટીટાથી એનડીઆરની ૧૨ ટીમો ગુજરાતમાં બોલાવીમાં આવી છે આજ સાજ સુધીમાં ગુજરાતના દરિયા કિનારાવિસ્તારમા તેનાત થઈ જશે.

સરકારી એજન્સીના જણાવ્યા અનુસાર આજ સાજ સુધીમા વાયુ વાવાઝોડાની સીસ્ટમ સક્રિય થઈ જવાની છે જેના પરિણામે આજ રાત્રેથી જ તોફાની પવન ફૂકાશે હવામાન વિભાગે પણ વાવાઝોડની આગાહી કરતા હવે દરિયા કિનારાની વિસ્તારમાં આગામી ચેતીના તમામ પગલા ભરી દેવામા આવ્યા છે જેના પરિણામે કોઈ મોટુ નુકશાન થવાની ઓછી છે. તમામ બદોરો ઉપર ૧નં સિગ્નલ લગાડી દેવામા આવ્યુ છે. જ્યારે દરિયાકિનારાના ગામોને ખાલી કરી સ્થાનિક નાગરિકોને કેમ્પો રાકવામાં આવ્યા છે. વાયુદળ દ્વારા પણ પરિÂસ્થત ઉપર નજર રાખવામા આવી રહ્યી છે ગીર સોમનાથ પોરબદર,ભાવનગર, સહિતના જિલલાઓમાં સૌથી વધુ અસર થવાની છે જેના પગલે આ તમામ જિલ્લાઓમાં એનડીઆર ટીમો સવારથી જ તેનાત કરી દેવામા આવી છે અને તમામ જિલ્લાના કલેક્ટરોને ફરજ પર કટ્રોલ રૂમમાં હાજર રહેવા જણાવ્યુ છે. વાવાઝોડાનુ ત્રાટકવાનુ છે તે પહેલા ગાધીનગરમાં કંટ્રોલરૂમ શરૂ કરરી દેવાયો છે જેના થકી તમામ જિલ્લાઓની માહિતી અકત્ર કરવામા આવી રહ્યી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.