ગુજરાતમાં વાવાઝોડા સાથે પૂર જેવા વરસાદની આગાહી કરવામાં આવી
અમદાવાદ, ગુજરાતના માથે મેઘ સંકટ તોળાઈ રહ્યું છે. ગુલાબ વાવાઝોડાની અસર જે રીતે ગુજરાતમાં મંગળવાર સાંજથી દેખાઈ રહી છે, તે જાેતા ગુજરાતમાં મેઘપ્રલય આવવાની સ્થિતિ ઉભી થઈ છે. તેમાં પણ ગુજરાત માટે આગામી ચોવીસ ભારે તોફાની બની રહેશે.
હવામાન વિભાગ દ્વારા હળવા વાવાઝોડા અને વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતભરમાં ભારે પવન અને વીજળી સાથે વરસાદની આગાહી કરાઈ છે. ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં અતિભારે વરસાદ પડે તેવી સંભાવના છે પવનની ગતિ પણ ૪૦ થી ૫૦ કિમી પ્રતિ કલાકની રહેવાની આગાહી છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે આગાહી છે.
ગુજરાતમાં સર્જાયેલી ભારે વરસાદી પરિસ્થિતિને લઈ કોસ્ટગાર્ડ એલર્ટ પર મૂકાયા છે. રાજ્યના દરિયાઈ વિસ્તારમાં કોસ્ટગાર્ડ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ઓખા, પોરબંદર સહિતના કોસ્ટગાર્ડ સ્ટેશન એલર્ટ પર છે. સાથે જ કોસ્ટગાર્ડ દ્વારા માછીમારી કરવા ગયેલા માછીમારોને દરિયામાં ન જવા સતત સૂચના અપાઈ રહી છે.
સવારે ૮ થી ૧૦ માં રાજ્યના ૬૭ તાલુકાઓમાં વરસાદે તાંડવ મચાવ્યું છે. બે કલાકમાં અમરેલીના રાજુલા તાલુકામાં ૨.૫ ઇંચ વરસાદ, નવસારીના ગણદેવી તાલુકામાં ૨ ઇંચ વરસાદ નોંધાયો છે. સવારે ૬ થી ૧૦ માં રાજ્યના ૯૬ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.
ભરૂચ જિલ્લાના ભરૂચ તાલુકામાં સૌથી વધુ ૪ ઇંચ વરસાદ નોંધાયો છે. ભરૂચના અંકલેશ્વર તાલુકામાં પણ ૨ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ, રાજ્યમાં હજુ ૫ દિવસ વરસાદી માહોલ રહેશે. તો ૨ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.HS