ગુજરાતમાં વેક્સિનનો પૂરતો જથ્થો ફાળવવામાં આવે
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, ગુજરાતમાં કોરોના સામે વેક્સીનેશનની કામગીરી પુરઝડપે ચાલી રહી છે. તેમ છતાં વેક્સિનના પૂરતા સ્ટોકને લઈને ફરીયાદો ઉઠી રહી છ ે. જાે કે આ બાબત સ્વાભાવિક મનાય છે. કારણ કે મોટી સંખ્યામાં નાગરીકો વેક્સિનેશન માટે બહાર આવી રહ્યા છે.
તેને લીધે વેક્સિનેશનના લગભગ તમામ કેન્દ્રો પર ભારે ભીડ જાેવા મળી રહી છે. વેક્સિન માટેની જાગૃતિ આવકારદાયક છે તો સરકાર પણ દેશના તમામ નાગરીકોને વેકસિન આપવા માટે કટીબધ્ધ છે.
અત્રે ઉલ્લેખનીય છેે કે ભાજપ તરફથી તેના આગેવાનોને (પેજ પ્રમુખ) તેમના વિસ્તારમાં વેક્સિનેશન જાગૃતિ માટે અને નાગરીકોને વેક્સિન અપાવવા માટે જણાવવામાં આવ્યુ છે. પરંતુ ભાજપના અગ્રણીઓ બળાપો કાઢતા જણાવી રહ્યા છે કે અમે અમારા વિસ્તારના નાગરીકોને વેકસીન માટે પ્રોત્સાહિત કરી રહ્યા છીએ.
પણ જ્યારે કેેન્દ્રો પર જાય છે ત્યારે સ્ટોક નહીં હોવાથી લોકોને ધક્કા ખાઈને પરત ફરવુ પડે છે. તેને કારણે લોકોનો ગુસ્સો ફૂટે છે. સામાન્ય પ્રજા તો ભાજપના આગેવાન હોવાથી વગદાર માને છે. પરંતુ એવુૃ હોતુ નથી. વેક્સિન માટે દરેક નિયમનું પાલન કરવું પડે છે. કલાકોથી લોકો લાઈનમાં ઉભા હોવાથી દરેક ક્રમબધ્ધ જ આવવાનં હોય છે.
બીજી તરફ ભાજપના કેટલાંક આગેવાનોનું કહેવું છે કે અમારે પણ કામધંધા વ્યવસાય હોય છે. તેના પર ધ્યાન રાખીએ કે વેક્સિનેશનની કામગીરી પર?? આમ, વેક્સિનેશનને લઈને સ્ટોક પુરતો આપવાની લાગણી પણ ભાજપના આગેવાનો વ્યક્ત કરી રહ્યા છે. વેક્સીનેશનની કામગીરી ખુબ જ સારી ચાલી રહી છે. જલ્દીથી વેક્સિનનો સ્ટોક ઉપલબ્ધ કરાવાય તો બે થી ત્રણ મહિનામાં વેક્સિનેશન ની કામગીરી લગભગ પૂર્ણતાને આરે આવી શકે તેમ છે.