Western Times News

Gujarati News

ગુજરાતમાં સંભવિત કોરોના વાયરસે ટેન્શનમાં વધારો કર્યો

Files Photo

અમદાવાદ:અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ પાછું ન ફેલાય તે માટે તંત્ર અલર્ટ બન્યું છે દેશમાં સંભવિત કોરોનાની ત્રીજી લહેરનો ખતરો મંડરાયેલો છે તે જાેતો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યું છે.

કેસ ફરી ન વકરે તે માટે પ્રશાસન તરફથી તકેદારીના ભાગ રૂપે શહેરમાં ૩૯ જેટલા ડોમ ફરી શરૂ કરવામાં આવ્યા છે. શહેરમાં હાલ મનપા તરફથી ૨૦૦ સ્થળ પર વેક્સિન આપવામાં આવી રહી છે. સાથે જ ૩૯ સ્થળો પર ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ મનપાએ રેપીડ અને આરટીપીસી ટેસ્ટની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. અમદાવાદ મનપાએ રોજના ૫ હજાર ૫૦૦ ટેસ્ટ કરવાનો દાવો કર્યો છે. મહત્વનું છે કે કોરોનાની બીજી લહેરમાં શહેરમાં આરોગ્યની સુવિધાઓ કથડી હતી જેને લઈ આ વખતે મનપાએ પહેલાથી અગમચેતીના ભાગ રૂપે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ૨૮,૨૦૮ નવા કેસ નોંધાયા છે અને ૪૧,૫૧૧ લોકોએ કોરોનાને માત આપી છે જ્યારે દેશમાં ૧૩ દિવસ બાદ નોંધાયા ૩૦ હજારથી ઓછા કેસ નોંધા છે અને ૨૪ કલાકમાં ૩૭૩ સંક્રમિતોના મોત

જાે ગુજરાતમાં કોરોના કેસની વાત કરવામાં આવે તો ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૯ કેસ સામે આવ્યા છે ૨૪ કલાકમાં ૧૭ દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ ૯૮.૭૫ ટકા થયો છે. કોરોના વાયરસના કારણે રાજ્યમાં આજે એક પણ દર્દીનું મોત નથી થયું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.