Western Times News

Gujarati News

ગુજરાતમાં સવારે તેજ ઠંડા પવન ફુંકાતા લોકો ઠંડીથી ઠુઠવાયા

પ્રતિકાત્મક તસવીર

 દક્ષિણ ગુજરાતના નવસારી., વલસાડ. ડાંગïમાં પણ ગાત્રો થિજાવતી ઠંડી- સુરતમાં કાતિલ ઠંડીનું મોજુ યથાવત, તાપમાનનો પારો ૧૨.૨ ડિગ્રીઍ સ્થિર

સુરત, શિયાળાની ઋતુઍ તેનો અસલ મિજાજનો પરચો બતાવ્યો છે. ઉત્તર ભારતમાં સતત થઈ રહેલી હિમવર્ષાને પગેલ સમગ્ર ગુજરાત રાજયમાં શીતલહેર ફેલાઈ છે. ગાંધીનગર, પોરબંદર, કેશોદ, ડીસા, નલિયા, ગિરનાર, કંડલા ઍરપોર્ટ ખાતે ૮ ડિગ્રીથી નીચું તાપમાન ગયું છે. તો આબુ માઈનસ ૬ ડિગ્રીથી થીજી ગયું છે.

કાતિલ ઠંડીની લહેરમાં સુરત સહિત દક્ષિણ ગુજરાત પણ લપેટમાં આવી ગયું છે. સુરત અને નસવારીમાં લોકોઍ રીતસર આખો દિવસ ગરમ વસ્ત્રો પહેરીને ફરવાની નોબત પડી છે. તો સાંજે વહેલી કામ પતાવી પરત ઘરે આવી રહ્ના છે. સુરતમાં ઠંડીનું પ્રમાણ આજે પણ યથાવત રહી તાપમાનનો પારો વધુ ૦.૨ ગગડી ૧૨.૨ ડિગ્રી સેલ્સીયસ પર સ્થિર થયો છે. સાથે આજે સવારેથી સાત કિલોમીટરની ઝડપે ઠંડા તેજ પવનïનો ફૂંકાવાને કારણે લોકો રીતસરના ધ્રુજી ઉઠ્યા છે.

સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે સવારે શહેરનું મહત્તમ તાપમાન ૨૬.૮ ડિગ્રી સેલ્સીયસ અને લઘુત્તમ તાપમાન ૧૨.૨ ડિગ્રી સેલ્સીયસ નોઁધાયું છે જયારે હવામાં ભેજનું પ્રમાણ ૭૭ ટકા અને હવામાં ભેજનું દબાણ ૧૦૧૫.૧ મીલીબાર રહેવા પામ્યુ છે.

જયારે ૭ કિલો મીટરી ઝડપે ઠંડા તેજ પવન ફુંકાયા હતા. ઉત્તર ભારતમાં થતી હિમવર્ષાની અસર સુરતમાં પણï પડી છે. જેના કારણે શહેરમાં બે ત્રણ દિવસથી કાતિલ ઠંડીનુ ફરી વળતા જનજીવન ઉપર પણ અસર વર્તાઈ હતી. દિવસ દરમિયાન જારદાર ઠંડા પવન ફુંકાવાને લીધે લોકોઍ ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પ઼ડી હતી.

સાંજ પડતા પડતા લોકો વહેલી તકે ઘરે પુરાઈ ગયા હતા. તો ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ગરમ કપડાની સાથે ઠંડ઼ીથી બચવા માટે તાપણાïનો સહારો લીધો હતો. લોકોï રીતસર દિવસ દરમિયાન પણ ઠંડીથી ઠુઠવાય રહ્ના છે. અને ઘરના બારી બારણાઅો બંધ રાખી રહ્નાï છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.