ગુજરાતમાં હજુ અઠવાડિયા સુધી પડશે કાળઝાળ ગરમી
અમદાવાદ, દેશના અનેક ભાગોમાં ચોમાસું આવી ગયુ છે, જેને કારણે વાતાવરણમા ગરમીનો પારો ઓછો થયો છે. ગુજરાતમાં હવે રાત પડ્યે ઠંડો પવન અનુભવાય છે. પરંતુ હવે ગરમી જતી રહી તેવુ માનતા હશો તો તમે ખોટા છો. કારણ કે, ગુજરાતમાં ગરમીના વધુ એક રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં મે મહિનાના અંત સુધી કાળઝાળ ગરમી પડશે.
અમદાવાદ અને ગાંધીનગરમાં હિટવેવની આગાહી કરવામા આવી છે. આવામાં ગરમીનો પારો ૪૬ ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. ત્યારે હવામાન ખાતાના અપડેટ મુજબ, ૧૦થી ૧૫ જૂન વચ્ચે રાજ્યમાં ચોમાસાનું આગમન થશે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ૩ દિવસમાં અમદાવાદ સહિત ગાંધીનગર તથા સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને કચ્છમાં હિટવેવની સંભાવના છે. જે જાેતા અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, કચ્છમાં આગામી ૨૦થી ૨૨ મે સુધી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યના ૧૦ શહેરોમાં ગઈકાલે ગુરુવારે ગરમીનો પારો ૪૧ ડિગ્રીને પાર રહ્યો હતો. જેમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ૪૩.૭ ડિગ્રી, અમદાવાદમાં ૪૩.૫ ડિગ્રી, ગાંધીનગરમાં ૪૩ ડિગ્રી, રાજકોટમાં ૪૨.૯ ડિગ્રી, અમરેલીમાં ૪૨.૮ ડિગ્રી, ભુજમાં ૪૨.૪ ડિગ્રી અને વડોદરામાં ૪૧.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગુજરાતમાં જૂનના પ્રારંભે જ પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો પ્રારંભ થઇ જશે. જાે કે કચ્છને જૂનના અંત સુધી ચોમાસાની રાહ જાેવી પડશે.SS1MS